પ્રાંતિજના સાંપડ પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો
(તસ્વીરઃ-મનુભાઇ નાયી, પ્રાંતિજ)
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના સાંપડ મુકામે આવેલ પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા એક બાળક એક ઝાડ શાળા વનીકરણ અભિયાન અંતર્ગત વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો તો શાળા માં ધોરણ-૩થી૮ ની એકમ કસોટી નું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું.
પ્રાંતિજ ના સાંપડ મુકામે આવેલ સાંપડ પ્રાથમિક શાળા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા એક બાળક એક ઝાડ શાળા વનીકરણ અભિયાન અંતર્ગત શાળા સંકુલમાં વુક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા પ્રમુખ બેચરસિંહ રાઠોડ , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી ટી.કે.વાધેલા , સાંપડ સરપંચ ચંદુભાઇ રાવળ , મહાકાલી મંદિર ના મંત્રી જયંતિભાઇ પટેલ , શાળા ના આચાર્ય તથા શાળા સ્ટાફ તથા અધ્યક્ષ અને સભ્યો વાલીઓ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં
તો શાળા સંકુલમાં આયોવેદિક વૃક્ષો સહિતના વૃક્ષો નું વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું તો સરકાર શ્રી દ્વારા દર માસ ના શનિવારે ધોરણ-૩થી ૮ ની એકમ કસોટીનું આયોજન કરવામાં આવે છે જેની પરીક્ષા નું પણ ઉપસ્થિત તાલુકા પ્રમુખ , તાલુકા પ્રાથમિક શિક્ષણાઅધિકારી તથા ઉપસ્થિત મહેમાનો અધિકારીઓ સભ્યો દ્વારા પરીક્ષા ખંડમાં જઇને નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું .*