પ્રાંતિજના સાદોલીયા રોડ ઉપરથી પ્રસાર થઇ રહેલ કારમાં આગ ઃ ચાલકનો આબાદ બચાવ
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સાદોલીયા રોડ ઉપર થી પ્રસાર થઇ રહેલ સીએનજી કાર માં અચાનક આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી તો પ્રાંતિજ ફાયર ને જાણ કરતા ફાયર ટીમ ધટના સ્થળે દોડી આવી કારમાં લાગેલ આગ ને હોલવી હતી .
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના લીબોદો ગામના ઠાકોર રાજેશકુમાર રતનસિંહ જેવો પોતાની દિકરી ને હરસોલ ના પીપરીયા ગામે મુકી ને ધરે પરત જઇ રહ્યાં હતાં ત્યારે પ્રાંતિજ ના સાદોલીયા પાસે થી પ્રસાર થઇ રહ્યા હતાં તે સમયે તેમણી સીએનજી મારૂતિ વાન નંબર-ય્ત્ન૧૮ મ્મ્ ૭૩૪૧ માં અચાનક આગ લાગતા તેવોએ કાર ને સાઇડ મા કરી ઉતારી ગયા હતાં તો રોડ ઉપર થી પ્રસાર થઇ રહેલ લોકો સહિત આજુબાજુના રહેણાંક વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતાં તો પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરતા પ્રાંતિજ ફાયર ના મુકેશભાઇ પરમાર , ગોપાલભાઇ પટેલ સહિત ની ટીમ ધટના સ્થળે દોડી આવી મારૂતિ માં લાગેલ આગ ને હોલવી હતી તો આગમાં એન્જીગ સહિત વાયરીંગ બળી ને સ્વાહા થઈ ગયું હતું તો કાર ચાલકે સમય સુચતા વાપરતા કાર ને સાઇડ માં કરી ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.*