Western Times News

Gujarati News

પ્રાંતિજના સીતવાડા-નવાપુરા ખાતે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત

– એક નું ધટના સ્થળે મોત તો બે ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા  .
– રેતી ભરેલ ટ્રક ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી અકસ્માત સર્જીને મોત નિપજાવી ટ્રક મુકીને ભાગી ગયો  .
– અકસ્માત બાદ ભારે અગ્ની જેવી સ્થિતિ  .
– ભેગાં થયેલ લોકોએ ટ્રક ના કાચ ફોડ્યા તો અન્ય ટ્રક ના કાચ પણ ફોડ્યા  .
– પ્રાંતિજ પીઆઈ એમ.ડી ચંપાવત દ્વારા મામલો થાળે પાડ્યો  .

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા પાસે રેતી ભરેલ ટ્રક ચાલકે ફુલફાસ્ટ હંકારી લાવી બાઇક ને ટક્કર મારી હડફેટે લઇને એક નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો બે ગંભીર ઇજાઓ પહોચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં .

પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા ગામ પાસે થી રેતી ભરેલ ટ્રક નંબર-GJ18AU9224 નો ચાલક ફુલફાસ્ટ હંકારી લાવી સાઇડ માં જઇ રહેલ બાઇક ને અડફેટે લેતા બાઇક ઉપર જતા ત્રણેય બાઇક સાથે નીચે પટકાયા હતાં તો શરીરે તથા માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોચતા સુરપાલસિંહ કેસરીસિંહ રાઠોડ ઉ.વર્ષ ૨૫ રહે.સીતવાડા નવાપુરા નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો ગજેન્દ્રસિંહ વિનુસિંહ રાઠોડ ઉંમર વર્ષ-૧૮ તથા ચેતનસિંહ વિનુસિંહ ને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેવો ને પહેલા પ્રાંતિજ અને વધુ સારવાર અર્થે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા છે તો ટ્રક ચાલક અકસ્માત સર્જીને ટ્રક મુકીને ભાગી ગયો હતો

તો અકસ્માત ધટના સ્થળે દોડી આવેલ સગાસંબંધીઓ તથા ગામજનો દ્વારા ટ્રક ના કાચ ફોડ્યા હતાં તો રેતી ભરી ને આવતો અન્ય એક ટ્રક ના પણ કાચ વિફરેલા લોકો એ ફોડી નાખ્યા હતાં તો અકસ્માત બાદ ધટના સ્થળે ભારે અગ્ની જેવી સ્થિતિ પેદા થઈ હતી તો પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત પણ પોલીસ ટીમ સાથે દોડી આવ્યા હતાં અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાઈ દેવામાં આવ્યો હતો તો મૃતકના  પરિવાર દ્વારા લીઝ ધારક ના આવે ત્યાં સુધી મૃતક ની લાશ ઉઠાવવાની ના પાડી હતી ત્યારે ગામજનો અને પોલીસ વચ્ચે સમજોટા બાદ મામલો થાળે પડયો હતો

અને મૃતક ને પ્રાંતિજ ખાતે પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો તો પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા રોડ ઉપર દિવસ રાત્ર બેરોકટોક ગેરકાયદેસર રીતે રેતી ભરી ને વહન કરતા ટ્રકે આખરે એક નો જીવ લીધો ત્યારે અન્ય બે ને ગંભીર ઇજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તો અગાઉ પણ આ ગામમાં અકસ્માત ની ધટના બની હતી અને એક મહિલા એ જીવ ગુમાવ્યો હતો તેમ છતાં જવાબદાર તંત્ર હાલતો ગૌર નિદ્વામા છે  ત્યારે હાલતો પોલીસે અકસ્માત નો ગુનોનોધી આગળ ની તપાસ હાથધરી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.