પ્રાંતિજના હાર્દ સમાન એપ્રોચરોડ રોડ બન્યો ખાડારીયો રોડ
દિવસ દરમ્યાન હજારો ની સંખ્યામાં નાના મોટા વાહન ચાલકો અવરજવર કરે છે- કેટલાય ટુ વ્હીલરોએ ખાડાની ગહેરાઇ માપી છે અને હાથપગ ભાંગ્યા છે.- અનેકવાર રજુઆતો છતાં તંત્ર કોઇ મોટા અકસ્માત ની રાહ જોતું હોય તેવુ લાગી રહ્યું છે .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખાડારીયો રોડ વાહન ચાલકો દ્વારા અનેક વાર રજુઆતો બાદ પણ જવાબદાર તંત્ર ગૌર નિદ્રા . પ્રાંતિજ ના હાર્ડ સમાન એપ્રોચરોડ બન્યો ખડારીયો રોડ એપ્રોચરોડ ઉપર ઠેરઠેર મોટામસ ખાડા પડતા હાલ ચોમાસા ની ઋતુમા ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા રોડ ઉપર પડેલ ઠેરઠેર ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ રહેતા રોડ ઉપર અવરજવર કરતા કેટલાય ટુ વ્હીલર વાહન ચાલકોએ ખાડાની ગહેરાઇ માપી છે
તો કેટલાય વાહન ચાલકોએ ખાડાઓને લઈને હાથપગ પણ ભાગ્યા છે તો વાહન ચાલકો વાહનો સાથે નીચે પટકાતા તેમણા વાહનોને પણ નુકસાન થતા વાહનચાલકોને નુકશાની સહન કરવાનો વારો આવ્યોછે તો અનેકવાર નાના મોટા વાહન ચાલકો તથા અવરજવર કરતા તથા આ વિસ્તાર ના રહીશો દ્વારા રજુઆતો બાદ પણ હાલતો જેની જવાબદારી છે તે જવાબદાર આરએમબી વિભાગ જાણે કોઇ મોટા અકસ્માત ની રાહ જોતું હોય તેવુ જણાઈ આવે છે .