પ્રાંતિજનું ઐતિહાસિક ભાખરીયા તળાવમાં પાણી ભરવા લોક માંગ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવ માં પાણી ભરવામાં આવે તેવી ખેડૂતો સહિત નગરજનો ની માંગ ઉઠવા પામી છે ત્યારે બીજી તરફ ખુદ પાલિકા જ પ્રાંતિજ ના આ ઐતિહાસિક તળાવ ને ગંદકચરા મા ફેરવી દેતા અડધું તળાવ માં ગંદકચરા ના ઢગ થી ઉભરાય છે તો રાજ પરીવાર ના વંસદો પણ હાલતો તળાવ ની દૂરદશા ને જોઇને દુખ વ્યક્ત કરી રહ્યા છે .
પ્રાંતિજ ખાતે આવેલ ઐતિહાસિક ભાખરીયા તળાવ માં પાણી ભરવા ખેડૂતો તથા નગરજનો દ્વારા માંગ ઉઠવા પામી છે તો પ્રાંતિજ ના આ ઐતિહાસિક તળાવ ની સાથે પ્રાંતિજ ના ઐતિહાસિક ઉપર નજર કરીએ તો પ્રાંતિજ ની રાજધાની ની સ્થાપના સંવત-૧૫૧૫ માં ભાખરજી રાવ ના નામ ના રાજા દ્વારા કરવામાં આવી હતી અને સંવત ૧૫૩૨ માં રાવ ભાખરજી એ પ્રાંતિજ મા એક તળાવ ખોલાવ્યું હતું અને તે તળાવ નું નામ પણ ભાખરજી ના નામ ઉપરથી ભાખરીયા તળાવ તરીકે પ્રખ્યાત છે અને આ આજે પણ મોજુદ છે
ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ને આ ઐતિહાસિક તળાવ જાણે ગમતુ ના હોય તેમ પાણી ભરાવવાને બદલે હાલતો આખા ગામનો ગંદકચરો અહીં ઠાલવવામાં આવે છે અને ગંદકચરો ઠલવી-ઠલવીને અડધુ તળાવ ગંદકચરા થી ઉભરાયુ છે ત્યારે બીજી બાજુ આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો દ્વારા આ ખાલી તળાવ ની દૂરદશા જોઇને તળાવ ભરવા માટે માંગ કરી રહ્યા છે
તો બીજી તરફ ખુદ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા આ ઐતિહાસિક તળાવ ની જાળવણી શોભા ડેવલોપમેન્ટ કરવાને બદલે હાલતો તળાવ માં આખા ગામનો ગંદકચરો ઠાલવીને તળાવ માં ગંદકચરાના ઢગ કરતા દિવસે ને દિવસે તળાવ લુપ્ત થતું જોવા મળે છે તો ભાખરીયા તળાવ ની દૂરદશા જોઇને ભાખરજી ના વંસદો પણ હાલતો દુખ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ આ ઐતિહાસિક તળાવ માં પાણી ભરવામા આવે તેવી તળાવ ના આજુબાજુ આવેલા ખેડૂતો તથા નગરજનો તળાવ પ્રેમીઓની હાલતો માગ કરી રહ્યા છે
ત્યારે નગરપાલિકાના મુખ્ય અધિકારી આકાશ ભાઇ પટેલ ને પ્રાંતિજ ના આ ઐતિહાસિક તળાવ માં કે તળાવ માં પાણી ભરાય તે બાબતે જરાય રસ નથી તે તો હાલતો રોજનો હજારો ટન ગંદકચરો તવાળ માં ઠાલવીને ઐતિહાસિક તળાવ ને નકશામાંથી દુર કરવા માગતા હોય તેવું હાલ તો જણાઇ આવે છે ત્યારે ખેડૂતો નગરજનો ની ભાખરીયા તળાવ માં પાણી ભરવા ની માંગ પણ પૂર્ણ થશે કે કેમ એ તો હવે જોવું રહ્યું !
સંજય રાવલ પ્રાંતિજ.