પ્રાંતિજમાં કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા પણ રહીશો સગવડ સુવિધા પડાતી નથી
– કન્ટેઇનમેન્ટ ઝોન બહાર પોલીસ પહેરો પણ અદશ્ય –– ઉલ્ટા નું કન્ટેઇનમેન્ટ માંથી કોઇ જીવન જરૂરીયાત શાકભાજી કે દુધ લેવા નિકળેતો ૧૮૮ લગાવવામાં આવે છે .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લામાં કોરોના નો કહેર યથાવત છે ત્યારે પ્રાંતિજ માં પણ કોરોનાના કેસો માં સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ સહિત તાલુકો બીજા સ્થાને રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા હાલતો જાણે હાથ ઉપર કરી દીધા હોય અને ખાલી આબરૂ સાચવવા જાણે જેતે વિસ્તારોમાં કોરોના નો કેસ આવતા ખાલી કપડુ મારી કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે છે બસ કાગળ ઉપર આટલું જાહેર કરી ને હાથ ઉપર કરી દેવામાં આવેછે કન્ટેઇનમેન્ટ ઝોન ના રહીશો ને ધર આગળ કોઇપણ સુવિધા પુરી પાડવામાં આવતી નથી.
પ્રાંતિજ માં હાલ સ્થાનિક તંત્ર દ્વારા જાણે કોરોના ના કેસો વધતા વિવિધ વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ ઝોન તો ફટાફટ કાગળો અને જેતે વિસ્તારોમાં કપડાનો પરદો મારી ત્યાર કરી દેવામાં આવે છે અને તંત્ર દ્વારા બીજી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી અને પોલીસ દ્વારા બહાર મુકવામાં આવેલ પોલીસ કર્મીઓ પણ કન્ટેઇનમેન્ટ બહાર દેખાતા નથી ત્યારે જે લોકો કન્ટેઇનમેન્ટ ઝોન માં આવે છે તેવા લોકો ની હાલત કફોડી બની છે ધર માં નાના બાળકો હોય છે વૃધ્ધ હોય છે તો સવાર થી જ પ્રથમ જરૂરીયાત દુધ પણ કન્ટેઇનમેન્ટ ઝોન માં ના મલતા હાલતો કરિયાણું , શાકભાજી સહિત ની પ્રાથમિક સિવિધા જરૂરીયાત પણ તંત્ર દ્વારા પુરુ પાડવામાં આવતું નથી અને રહીશો હાલ તો કન્ટેઇનમેન્ટ ઝોન ને લઈને તંત્ર દ્વારા કોઇપણ જાત ની સુવિધા પુરી ના પડવામા આવતી નથી ત્યારે કન્ટેઇનમેન્ટ ઝોન ના રહીશો શાકભાજી , દુધ તથા દવાખાને જવા નિકળેતો પ્રાંતિજ પોલીસ દ્વારા તેનો પકડી ને ૧૮૮ ગુનોનોધે છે ત્યારે રહીશો તો બહાર નિકળતા ૧૮૮ ગુનો નોધવામા આવે છે
ત્યારે હાલતો તંત્ર દ્વારા કોઇપણ પકાર ની સુવિધા કન્ટેઇનમેન્ટ ઝોન માં પુરી ના પડતા શાકભાજી દુધ અને દવા લેવા જતાં લોકો સામે પોલીસ કાર્યવાહી કરે છે ત્યારે ખરેખર કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો પછી તેવો ને તેમણા ધર આગળ જ બધું મલીજતુ હોત તો તેવો કન્ટેઇનમેન્ટ ઝોન માં રહેવા મજબુર બનશે અને હાલતો કન્ટેઇનમેન્ટ ઝોન માં લોકોને સુવિધા ના મળતા રહીશો બહાર વસ્તુ કે જીવન જરૂરીયાત ચીજ વસ્તુ લેવા બહાર નિકળે છે ને પોલીસ દ્વારા પકડી દંડ તથા ૧૮૮ કરવામાં આવે છે
પણ કોઇ ચોક્કસ પ્રકાર ની સુવિધાઓ પુરી પાડવામાં આવતી નથી તેથી લોકો બહાર નીકળવા મજબુર બન્યા છે અને પોલીસ તેની રાહ જોઇને બેઠી હોય છે અને રહીશો દંડ ડાય છે ત્યારે જો તંત્ર દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન માં બધી સુવિધાઓ પુરી પાડવામાં આવે તો કન્ટેઇનમેન્ટ ઝોન ના રહીશો કન્ટેઇનમેન્ટ ઝોન માં રહીને સરકારી નિતિનિયમો નું પાલન કરશે ત્યારે હાલતો તંત્ર દ્વારા કોઇપણ પકાર સુવિધાઓ ના મળતાં લોકો ની કોરોના ની સાથે પરેશાની પણ વધી છે ને તેવો ઉપર ૧૮૮ ના કેસો નું પ્રમાણ પણ વધ્યું છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે અને જે કોઈ દોષિતો હોય તેમની જોડેથી દડ વસુલ કરવામાં આવે તેવી લોકલાગણી પણ ઉઠવા પામી છે .