પ્રાંતિજમાં ગટર સફાઈ કરવા ઉતરેલ કામદારનું થયેલું મોત
ગુંગળામણ ઘટના બાદ સ્થાનિકોએ ગટરમાંથી કામદારોને બહાર કાઢ્યા – બનાવને લઇ સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા
અમદાવાદ, પ્રાંતિજમાં નગરપાલિક (Prantij Nagarpalika, Himmatnagar) દ્વારા શહેરમાં ગટરની સફાઈ (Sewerage cleaning) કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરમાં ગટર સાફ કરવા ઉતરેલા એક રોજમદારનું ગટરમાં ઝેરી અસરના કારણે ગુંગળાઇ જવાથી મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી, જ્યારે અન્ય એક કામદારને પ્રાંતિજની સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
બનાવને પગલે નગરપાલિકા સત્તાધીશો સામે પણ ગંભીર સવાલો ઉઠયા હતા કે, કામદારોને જીવનસુરક્ષા સાધનો વિના કેવી રીતે ગટરમાં સફાઇ કામ કરવા માટે ઉતારવામાં આવ્યા અને સમગ્ર ઘટનામાં બેદરકારી અને જવાબદારી કોની. આ બનાવને લઇ સ્થાનિક કામદારો અને રોજમદારોમાં પણ ભારે રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. પ્રાંતિજમાં ગટર સફાઇ દરમ્યાન એક કામદારનું ગટરની ઝેરી ગેસની અસરના કારણે ગૂંગળાઇ જવાથી મોત નીપજયુ હતુ, જયારે તેની સાથે અન્ય કામદારને ઝેરી ગેસની ગંભીર અસર થઇ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકોએ ગટરમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા.
નગરપાલિકાના પ્રમુખ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરંતુ એક કામદારનું ગટરમાં ઝેરી ગેસની અસરથી ગૂંગળાઇ જવાથી મોત નીપજયુ હતુ, જયારે બીજા કામદારને તાત્કાલિક પ્રાંતિજની સ્થાનિક સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે Gujarat High Court જીવનરક્ષક સાધનો (Life saving equipments) વિના અને મેન્યુઅલ રીતે ગટર સફાઇ કરાવવા પર સ્પષ્ટ પ્રતિબંધ ફરમાવ્યો હોવાછતાં અમદાવાદ શહેર સહિત રાજયના વિવિધ નગરપાલિકા અને ગ્રામપંચાયત વિસ્તારોમાં હજુ પણ જીવનરક્ષક સાધનો વિના મેન્યુઅલ રીતે સફાઇ કામદારોને ગટરમાં ઉતારીને સફાઇ કરાવવાની પ્રથા ચાલુ રહી છે, તેને લઇ ગંભીર સવાલો ઉઠયા છે.