પ્રાંતિજમાં દોઢ કલાકમાં સાડા ત્રણ ઇચ વરસાદ ખાબક્યો
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા પ્રાંતિજ ખાતે જાણે મેધરાજા મહેરબાન થયા હોય તેમ ગાજવીજ તેજ પવન કડાકા સાથે માત્ર દોડ કલાક માં સાડા ત્રણ ઇચ વરસાદ ખાબક્યો હતો તો નિચાણવાળા વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયું હતું તો નાનીભાગોળ રાવળ વાસ માં વરસાદી પાણી લોકો ના ધરો મા ઘુસ્યા હતાં તો રેલ્વે અંડરબ્રીજ માં પાણી ભરતા વાહન ચાલકો મુશ્કેલી મા મુકાયા હતા.
પ્રાંતિજ ખાતે રાત્રીના સમયે જાણે મેધરાજા મહેરબાન થયા હોય તેમ જોત જોતામાં તેજ પવન ગાજવીજ કડાકા સાથે દોડ કલાક માં સાડા ત્રણ ઇચ વરસાદ વરસ્યો હતો તો વરસાદ ને લઈને કેટલીય જગ્યાઓએ વરસાદી પાણી ભરાવવાના બનાવો બન્યા હતા જેમાં પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાન્તીનાથ સોસાયટી , એપ્રોચરોડ ઉપર આવેલ ઉમાપાર્ક સોસાયટી , નેશનલ હાઈવે આઠ ઉપર આવેલ ગોકુલપાર્ક સોસાયટી સહિત રેલ્વે સ્ટેશન ઉપર આવેલ અંડરબ્રીજ માં પણ પાણી ભરાયું હતું તો પ્રાંતિજ નાનીભાગોળ વિસ્તારોમાં આવેલ રાવળ વાસ માં પણ વરસાદ ને લઈને વરસાદી પાણી લોકો ના ધરો માં પાણી ઘુસ્યા હતાં
તો રહીશો દ્વારા ડોલો વડે રાત્રીના સમયે પાણી ઉલેચતા જોવા મલ્યા હતાં તો રેલ્વે અંડરબ્રીજ માં પણ પાણી ભરાતા વાહન ચાલકો ને પરેશાની ઓનો સામનો કરવો પડયો હતો તો ચોમાસા ની વિદાય સમયે અચાનક પ્રાંતિજ સહિત તાલુકામાં મેધરાજા ની મેધ મહેર થતા ધરતી પુત્રો સહિત નગરજનો માં ખુશી જોવા મળી હતી તો વિજળી પડવાને લઇને કેટલીક જગ્યાએ ઈલેટોનિક ઉપકરણો પણ બળી જવા ની ધટનાઓ પણ સામે આવી છે . .