પ્રાંતિજમાં વાવાઝોડા સાથે વરસાદ- અનેક જગ્યાએ વુક્ષો સહિત વિજપોલ ધરાશાયી થયા
રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર પંખાનો આકાર બંધાઈ ગયો – ગામડાઓમાં વિજપોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો . – વિજ સોલર પ્લેટો પણ ઉડી ગઈ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા મા વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા અનેક જગ્યાએ વુક્ષો , વિજપોલ , હોલ્ડીંગ ધરાશાયી થયા તો ધાબા ઉપર લગાવેલ સોલ્રર ની પેટો પણ હવા માં ઉડી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર લગાવેલ પંખાનો આકાર બદલાઈ ગયો .
પ્રાંતિજ સહિત તાલુકા માં સાંજે ૭|૩૦ કલાકે વરસાદ સાથે વાવાઝોડું આવતાં વાવાઝોડાને લઈ ને પ્રાંતિજ સહિત તાલુકામાં ઠેરઠેર વુક્ષો વિજપોલ અને હોલ્ડીંગ બોર્ડ ધરાશાયી થયા હતાં તો સ્વામિનારાયણ સોસાયટી ખાતે વિજ ઉર્જા માટે ધાબા ઉપર લગાવવામાં આવેલ સોલર ની પેટો પણ પવન મા ઉડવા માંડી હતી તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન રોડ ઉપર અનેક વુક્ષો વિજવાયરો વિજપોલ ધરાશાયી થતા એક સાઇડ નો માર્ગ બંધ થઈ ગયો હતો
તો પ્રાંતિજ રેલ્વે સ્ટેશન ઉપર રેલ્વે પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવેલ પંખાઓ નો આંકાર પણ બદલાઈ ગયો હતો તો વાવાઝોડું એટલું ભયાનક હતું કે થોડી વાર માતો ઠેરઠેર વુક્ષો ધરાશાયી થયા હતાં તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ વુક્ષો અને વિજપોલ વાયરો ધરાશાયી થતા અનેક ગામોમાં અંધાર પટ્ટ છવાયો છે.