પ્રાંતિજમાં વિધાર્થીઓને હોમિયોપેથીક ગોળીઓનુ વિતરણ કરવામા આવ્યુ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શેઠ.પી.એન્ડર આર હાઈસ્કૂલ ખાતે હોમિયોપેથીક ગોળી ઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ .
પ્રાંતિજ ખાતે સેવાભાવી સંસ્થાઓમા કાર્યરત જાયન્ટસ ઓફ પ્રાંતિજ , મંગલોદય સેવા પ્રતિષ્ઠાન સંચાલિત કામધેનુ ગૌશાળા પ્રાંતિજ તથા એકલવ્ય ફાઉન્ડેશન પ્રાંતિજ દ્રારા કોરોના ના વધતા જતા કેસો ને લઈ ને આજે પ્રાંતિજ ખાતે આવેલ નગરપાલિકા સંચાલિત શેઠ.પી.એન્ડર આર હાઈસ્કૂલ ખાતે જઇ ને શાળા ના વિધાર્થીઓને કોરોના સામે યુનિટરી પાવર મળી રહે અને કોરોના સામે રક્ષણ મળે તે માટે શેઠ.પી.એન્ડર આર હાઈસ્કૂલ ખાતે આજે હોમિયોપેથીક ગોળીઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ
તો કોરોના સામે રક્ષણ આપતી હોમિયોપેથીક ગોળીઓ વિધાર્થીઓને મળતા તેમના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી તો આ પ્રસંગે ર્ડા.એન.કે.ડેરીયા , મહંત સુનીલદાસજી મહારાજ , જાયન્ટસ પ્રમુખ ર્ડા.કેયુરભાઇ પ્રજાપતિ , ર્ડા.યતિનભાઇ જોષી , જાયન્ટસમંત્રી હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , શાળા ના આચાર્ય ર્ડા.પંકજભાઇ પટેલ તથા શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થિનીઓને હોમિયોપેથીક ગોળીઓનુ વિતરણ કરવામા આવ્યુ હતુ .