પ્રાંતિજમાં હર્ષોલ્લાસ પૂર્વક ગણેશજીનું વિસર્જન કરાયું
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકા માં વિધ્ન હર્તા દુંદાળા દેવ ગણપતિ દાદા ની દશ દિવસ સ્થાપના બાદ વિસર્જન વાજતેગાજતે કરવામાં આવ્યું હતું તો ભવ્ય શોભાયાત્રા ઓ જુદી જુદી જગ્યાએ થી નીકળી હતી .
ગણપતિ વિસર્જન ઉત્સવમાં લોકો દાદાને વિદાય આપવા અને આવતાં વર્ષે જલ્દી આવજો તેમ બુમ બરાડા પાડતા ગુલાલ , ફટાકડા નાચતા-વગાડતા ડીજે ના તાલે જુમતા ગણેશ ભકતો નજરે પડ્યા હતાં તો રેલ્વે સ્ટેશન વિસ્તાર , પંડયા વાસ , તો પ્રાંતિજ માધવબાગના લાલ બાદશાહ તરીકે ઓળખાતાં આંટીવાસ , કુંભારવાસ વગેરે સ્થળોથી ગણેશ વિસર્જન કાર્યક્રમો યોજાયા હતા જયારે પ્રાંતિજ સહિત તાલુકા મોયદ , ઉછા , પોગલુ સહિત ના ગામો માંથી ઠેરઠેર શોભાયાત્રાઓ નિકળી હતી અને દાદાને વિદાય આપી હતી તો અપ્રોચરોડ ઉપર આવેલ શિવપેલેસ ઉપર દર વર્ષ ની જેમઆવર્ષે પણ લીંબુ સરબત, પાણી વ્યવસ્થા કરવામાં આવીહતી જયારે માર્કડેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ મોટી બોખ ખાતે દાદાની મુર્તિ ઓ વિસર્જન કરવામાં આવામાં આવ્યું હતું તો પ્રાંતિજ પીઆઇ કે.એસ.બ્રહ્મભટ્ટ દ્વારા વિસર્જન દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ કે ધટના ના બને તે માટે પુરતો પોલીસ સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો તો પ્રાંતિજ બોખ તથા સાદોલીયા સાબરમતી નદી ખાતે પણ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આ વર્ષે સાદોલીયા ખાતે તાજેતરમાંજ બનેલ ધટના ને લઇને વિસર્જન માટે જતાં લોકો રોકવામાં આવ્યા હતાં અને પ્રાંતિજ બોખ ખાતે વિસર્જન માટે મોકલવામા આવ્યાં હતાં તો બાળકો યુવકો ને પાણી સુધી જવા દેવામાં આવ્યા નહતાં અને તેવોને પણ રોકવામાં આવ્યા હતાં તો પ્રાંતિજ ભોઇવાસ સમાજ ના યુવાનો દ્વારા મૂર્તિ વિસર્જન માટે આવતા યુવક મંડળો ની મૂર્તિ ઓનુ વિસર્જન વિનામુલ્યે કરી પાણી માં વચ્ચે સુધી મૂર્તિ લઈ જઇને વિસર્જન કરવામાં મદદરૂપ બન્યા હતાં તો પ્રાંતિજ સહિત તાલુકા માં ગણપતિ ઉત્સવ નગરજનો તથા આમજનતાએ વિશેષપણે ઉજવ્યો હતો.*