પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર લાખ્ખો રૂપિયા ના ખર્ચે ઉભી કેરલ સ્ટ્રીટ લાઇટો બંધ
નગરપાલિકામાં રજુઆત બાદ પણ નજર અંદાજ .
ચોમાસા માં અવરજવર કરતા રહીશો ને મુશ્કેલીઓ .
સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અડધો એપ્રોચરોડ ઉપર અંધાર પટ .પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાય સમયથી બંધ રહેતા આ વિસ્તાર ના રહીશો દ્વારા રજુઆત બાદ પણ પાલિકા દ્વારા કોઇજ કાર્યવાહી હાથ ના ધરાતા રહીશોમાં રોષ .
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર લાખ્ખો રૂપિયા ના ખર્ચે ઉભી કરવામાં આવેલ સ્ટ્રીટ લાઇટો હાલ અડધોઅડધ બંધ છે તો બીજીબાજુ ચોમાસા ની સીઝન માં લોકો ને અંધાર પટ હોવાથી અવરજવર માં તકલીફો પડી રહીછે ત્યારે આ વિસ્તાર ના રહીશો દ્વારા પાલિકા મા રજુઆતો કરવા છતા પણ પાલિકા હાલતો ગૌર નિદ્વામા હોય તેવુ સ્પસ્ટ પણે જણાઇ આવે છે . સંજય રાવલ પ્રાંતિજ .