પ્રાંતિજ એસ.ટી ડેપો ખાતે શહીદોની યાદમાં ધારાસભ્યના સાનિધ્યમાં વૃક્ષારોપણ કરાયું
ભારતની સીમાઓની રક્ષા કરતા અને દેશની સીમાઓ અને દેશની રક્ષા કરતા- કરતા શહીદી વહોરનાર શહીદોની યાદમાં પ્રાંતિજ ખાતે શહીદોની સ્મૃતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પ્રાંતિજ- તલોદના ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમારના સાનિધ્યમાં અને તેમના હસ્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ આજરોજ અષાઢીબીજ ના પવિત્ર દિવસે પ્રાંતિજ એસ.ટી ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકા પ્રાંતિજના ગીતાબેન પટેલ,શહેર ભાજપ પ્રમુખશ્રી નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ,શહેરના કોર્પોરેટરો પ્રાંતિજ ડેપોના તમામે તમામ કર્મચારીઓએ હાજર રહી શહીદોની યાદમાં વૃક્ષારોપણ કર્યું હતું.તો ગજેન્દ્રસિંહ પરમાર દ્વારા ડેપોને થર્મલ સ્ક્રીનીંગ ગનની ભેટ આપવામાં આવી હતી.આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સોશીયલ ડિસ્ટનસિંગ તથા માસ્ક પહેરી સરકારના જાહેરનામાનો ચૂસ્ત અમલ કરવામાં આવ્યો હતો.તો ગજેન્દ્રસિંહ પરમારે શહીદોની સ્મૃતિમાં વાવેતર કરાયેલા વૃક્ષોનું જતન કરવા ખાસ જણાવી શહિદોને શ્રદ્ધાંજલિ આપી હતી.