પ્રાંતિજ ખાતે અંતિમ યાત્રા વાહીનીનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો
સાંસદ , ધારાસભ્ય , પૂર્વ શિક્ષણ મંત્રી , પૂર્વ ધારાસભ્ય , નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા – માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દરેક સમાજ ના લોકો ને નજીવા દરે સેવા મળશે – માનવ સેવા ટ્રસ્ટ નું આ કાર્ય ખરેખર માનવહિત નું કાર્ય.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા દરેક સમાજ ના લોકો ને નજીવા ટોકન દરથી સેવા મળી રહે તે માટે ની અંતિમ યાત્રા વાહીની નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો .
પ્રાંતિજ ખાતે સેવા કરવાની ભાવના થી કાર્યરત પ્રાંતિજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અંતિમ યાત્રા વાહીની તૈયાર કરવામાં આવી છે અને આ અંતિમયાત્રા વાહીનીનુ આજે જન્માષ્ટમી ના પાવન દિવસ ને લઈને પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત શેઠ.પીએન્ડ આર હાઇસ્કુલ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ કાર્યક્રમ દરમ્યાન સોશિયલ ડીસન્ટન અને ઉપસ્થિત સર્વે ના માઢા ઉપર માસ્ક જોવા મળ્યા હતા તો આ લોકાર્પણ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીઅરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા , નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ ભાઇ , તાલુકા પુમુખ બળવંતભાઈ પટેલ , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી , પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોલંકી તથા નગરપાલિકાના કોર્પોરેટર દિપકભાઇ કડીયા , મહેબુબભાઇ બલોચ , રાજેશભાઈ ટેકવાણી , જગદીશભાઇ કિમતાણી , નિખીલભાઇ પટેલ સહિત હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , મહેશભાઇ સહિત ગામના આગેવાનો વિવિધ સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં તો છેલ્લા કેટલાય વર્ષોથી પ્રાંતિજ ખાતે જેની પાલિકા પાસે માંગ થઇ રહી હતી
તે સબ વાહીની અંતિમ યાત્રા વાહીની ને પ્રાંતિજ ખાતે કાર્યરત માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ દિલીપભાઇ કોઠારી , ઉપ પ્રમુખ નિરવભાઇ પરીખ , મંત્રી વજેશભાઇ ભાવસાર , ખજાનચી ગોતમભાઇ ભાવસાર , સહ ખજાનચી રાજેન્દ્રભાઇ શાહ , તથા ટ્રસ્ટી સ્વ.સતીષભાઇપંડયા , ર્ડા.એન.કે.ડેરિયા , મિતેશ પટેલ , ભરતભાઈ પટેલ , ઇશ્વરભાઇ પટેલ , ભુનેશભાઇ પરીખ , સંદિપભાઇ શાહ દ્વારા દરેક સમાજ ના લોકો ના હિત માટે અંતિમયાત્રા વાહીની બનાવરાવી ને આજે જન્માષ્ટમી ના પાવન દિવસ ને લઈને પ્રાંતિજ ખાતે લોકસેવા અર્થે નજીવા ટોકન દર થી સેવા માટે આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો છેલ્લા કેટલાય વરસોથી નગરજનો ની માંગ હતી તે માંગ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા હાલતો પૂર્ણ કરવામાં આવતા નગરજનોમાં પણ ખુશી જોવા મળી રહી છે ત્યારે ગમેતે સમયે અંતિમ યાત્રા વાહીની જરૂરીયાત માટે સંપર્ક કરવામાટે માનવ સેવા ટ્રસ્ટ દ્વારા પેફલેટ મારફતે નગરજનો દ્વારા સંપર્ક નબરો પણ પહોંચાડવામાં આવ્યા છે જેથી જરૂરીયાત લોકો ને મુશ્કેલી ઉભી ના થાય ત્યારે માનવ સેવા ટ્રસ્ટ ની આ સેવા ખરેખર માનવ હિત ની સેવા છે તેમ કહીએ તો નવાઈ નહી .