પ્રાંતિજ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડનુ કેમ્પ દ્રારા વિતરણ
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ કેમ્પ દ્રારા લાભાર્થીઓને કાર્ડ આપી કાર્ડ નો લાભ લે તે બાબતે માર્ગદર્શન પુરૂ પાડવામા આવ્યુ હતુ. ગુજરાત સરકાર ના લેબર એન્ડ એડવર્ડ મેન્ટ ડીપાર્ટમેન્ટ અંતર્ગત બાંધકામ ક્ષેત્રે કામ કરતા કારીગરો માટે ઈ-નિર્માણ કાર્ડ અને અસંગઠિત ક્ષેત્ર ના કામદારો માટે યુ.વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર મારફતે આપવાની જાહેરાત કરવામા આવેલી છે
જે અંતર્ગત પ્રાંતિજ ભોઇવાસ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ કેમ્પ દ્રારા વિતરણ કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે કેમ્પ માં લેબર કમિશનર ચાવડા , જિલ્લા પ્રોજેક્ટ મેનેજર સેજલબેન નાયી , ઝ્રજીઝ્ર જિલ્લા કો.ઓનીનેટર ઉપેન્દ્ર સિંહ ડાભી તથા માહિતી સંચાલિકા જિજ્ઞાબેન સોની તથા નગર પાલિકા ના કોર્પોરેટરો રીટાબેન તથા વિપુલભાઇ ભોઇ ઉપસ્થિત રહ્યા હતા
તો લેબર કમિશનર અધિકારી ચાવડા દ્રારા ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ વિષે વિસ્તૃત માહિતી આપવામા આવી હતી અને વધુ મા વધુ લાભાર્થીઓ આ કાર્ડ નો લાભ લે તે વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ અને તે વિષેની ચર્ચાઓ કરવામા આવી હતી અને ઉપસ્થિત અધિકારીઓ ના હસ્તે ઈ-નિર્માણ કાર્ડ અને યુ.વીન કાર્ડ નુ વિતરણ પણ લાભાર્થીઓને કરવામા આવ્યુ હતુ
તો આ બન્ને કાર્ડ નુ રજિસ્ટ્રેશન કોમન સર્વિસ સેન્ટર ઝ્રજીઝ્ર ના ફૈંઈ દ્રારા કરવામા આવેલ અને કેમ્પ મા ૩૫ જેટલા લાભાર્થીઓને નુ કાર્ડ માટે રજિસ્ટ્રેશન કરવામા આવ્યુ હતુ આ કેમ્પ નુ સફળ આયોજન જિજ્ઞાબેન સોની અને ઉપેન્દ્ર સિંહ દ્રારા કરવામા આવ્યુ હતુ.*