પ્રાંતિજ ખાતે ઉકાળાનુ તથા હોમિયોપેથી ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે જાહેર કરેલ કન્ટેઇનમેન્ટ ઝોન ભાવસાર વાસ અને ટીમ્બા મહેલ્લા મા ઉકાળો તથા હોમિયોપેથીક દવાઓનુ વિતરણ કરવામાં આવ્યું .
પ્રાંતિજ ખાતે કોરોના ને લઈ ને એક પછી એક કેસોમાં વધારો થયો છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર ર્ડા. આર .કે .યાદવ ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ ના ભાવસાર વાસ અને ટીબ્બા મહેલ્લા મા આયોર્વેદિક ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ખાતે કાર્યરત સરકારી હોમીયોપેથીક દવાખાના ના મેડિકલ ઓફિસર ર્ડા.યતીન જોષી તથા આયુર્વેદિક દવાખાનાના મેડીકલ ઓફિસર ર્ડા નિતિબેન જાદવ , આર.જે.ઝાલા , કિષ્ણાબેન દ્રારા કન્ટેઇનમેન્ટ ઝોન મા ધરે ધરે જઇને દવાઓ અને ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યું હતું .