પ્રાંતિજ ખાતે એક મકાનમાં આગ લાગતા નાસભાગ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ દરજીવાસ માં આવેલ એક મકાન માં શોટસકિટ કારણે આગલાગતા નાસભાગ મચી જવા પામી હતી તો જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં ધર વખરી સહિત ધરમા રહેલ અનાજ પણ આગમાં બળી ને સ્વાહા થઈ ગયું.
પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ દરજીવાસ રહેતા ચૌહાણ દિપકભાઇ હસમુખભાઈ ના મકાન માં વહેલી સવારે અચાનક શોટસકિટ ને લઇને આગ લાગતા મકાન માલિક સહિત આજુબાજુના લોકો મા નાસભાગ મચી જવા પામી હતી
તો આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું તો આજુબાજુમાં થી દોડી આવેલ લોકો દ્વારા પાણી નો મારો ચાલું કર્યો હતોતો પ્રાંતિજ ફાયર ટીમ ને જાણ કરતા પ્રાંતિજ ફાયર ટીમ ના મુકેશભાઇ પરમાર તથા ગોપાલભાઇ પટેલ સહિત ની ટીમ ધટના સ્થળે દોડી આવી હતાં અને લાગેલ આગ ને હોલવવામા આવી હતી પણ આગમાં માટા ભાગ ની ધર વખરી સહિત ધર માં રહેલ અનાજ પણ આગમાં સ્વાહા થઈ ગયું હતું તો મકાન માલિક સહિત પરિવાર નો આબાદ બચાવ થયો હતો .