પ્રાંતિજ ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ
સૂત્રોચ્ચાર- બેનરો સાથે વિરોધ . કોગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ ક્યો . પૂર્વ ધારાસભ્ય , જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ તાલુકા શહેર કોગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારાને લઇને બેનરો સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો .
સમગ્ર રાજયમાં કોગ્રેસ પાર્ટી દ્વારા પેટ્રોલ- ડીઝલ ના ભાવ વધારા સામે સંખત વિરોધ થઇ રહ્યો છે ત્યારે પ્રાંતિજ ખાતે પણ પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તથા જિલ્લા પ્રમુખ મણિભાઇ પટેલ ની આગેવાની હેઠળ પ્રાંતિજ ખાતે પણ કોગ્રેસ શહેર અને તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા આજે પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેન્ડ ખાતે બેનરો સુત્રોચ્ચાર કરી પેટ્રોલ- ડિઝલના વધતા જતા ભાવ વધારા સામે વિરોધ દર્શાવ્યો હતો તો આ પ્રસંગે કોગ્રેસ ના પ્રાંતિજ- તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , જિલ્લા પ્રમુખ મણીભાઈ પટેલ , પ્રાંતિજ નગરપાલિકા ના મહિલા કોર્પોરેટર દિપ્તીબેન બ્રહ્મ ભટ્ટ , રેખાબેન સોલંકી , નિરૂબેન પટેલ , જિલ્લા સદસ્ય રામસિંહ પરમાર , રાણાભાઇ વકીલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , નૂતન ભાઇ સહિત કોગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સુત્રોચ્ચારો સાથે વધી રહેલા પેટ્રોલ- ડિઝલ ભાવો સામે વિરોધ નોંધાયો હતો .