પ્રાંતિજ ખાતે કોગ્રેસ કાર્યકરો દ્વારા રાહુલ ગાંધીના જન્મ દિવસ ને લઇને સિવિલ ખાતે ફુટ વિતરણ કરવામાં આવ્યું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પૂર્વ અધ્યક્શ રાહુલગાંધી ના જન્મ દિવસ ને લઇને પ્રાંતિજ સિવિલ ખાતે દર્દીઓને ફુટ વિવરણ કરવામાં આવ્યું . પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો દ્વારા એકઠાં થઈને આજે કોંગ્રેસ ના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ ને લઈને પ્રાંતિજ સિવિલ ખાતે સિવિલમાં સારવાર લઇ રહેલ દર્દીઓને ફુટ તથા પારલેજી આપી પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના જન્મ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી .
તો સીવિલ ખાતે એકઠા થઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા સોવ પ્રથમ તો શહિદ થયેલ શહિદ જવાનોને મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી હતી તો સિવિલ માં કોરો ના વોરીયર્સ તરીકે ફરજ બજાવી રહેલ તમામ ડોક્ટરો ની તથા સ્ટાફ ની કામગીરી ને પણ બિરદાવવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ- તલોદ ના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા , તાલુકા પંચાયત ના પ્રમુખ બેચરસિંહ રાઠોડ , જિલ્લા સદસ્ય રામસિંહ પરમાર , જિલ્લા સદસ્ય મિલ્કતસિંહરાઠોડ , કારોબારી અધ્યક્શ કૌશિકભાઈ પટેલ , સંજયભાઈ પટેલ , હાર્દિકભાઇ પટેલ , નિરૂબેન પટેલ , રાણાભાઇ વકીલ , અલ્તાફ ભાઇ ગોરી સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં .