પ્રાંતિજ ખાતે ચાઇનીઝ સલાટ કોબીજનું વાવેતર
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજી ની ખેતીમાં પ્રખ્યાત છે અને તેમા પણ પ્રાંતિજ નું ફલાવર ખુબજ વખણાય છે અને તેની માંગ પણ રહે છે ત્યારે વર્ષોથી પ્રાંતિજ ના ખેડૂતો ફલાવર ની ખેતી કરે છે અને જોડે કોબીજ નું પણ વાવેતર કરેછે ત્યારે પ્રાંતિજ ના બે થી ત્રણ મોટા ખેડૂતોએ આ વર્ષે ચાઇનીઝ કોબીજ ની ખેતી નો અખતરો કરવામાં આવ્યો .
પ્રાંતિજ સહિત પ્રાંતિજ તાલુકા માં શાકભાજી નું હબ છે અને પ્રાંતિજ સહિત તાલુકામાં શાકભાજી માં મુખ્યત્વે ફલાવર-કોબીજ નુનું મોટા પ્રમાણમાં વાવેતર ખેતી કરવા આવે છે.
જયારે અન્ય શાકભાજી પણ વાવેતર થાય છે પણ શાકભાજી માં ફલાવર ની ખેતી પુષ્કળ પ્રમાણમાં થાય છે અને પ્રાંતિજ નું ફલાવર ની માંગ પણ હોય છે જેમાં અમદાવાદ , સુરત , વડોદરા , મુંબઇ , પુના સહિત ના બજારો માં પુષ્કળ માગ છે
ત્યારે પ્રાંતિજ માં ફલાવર પકવતા બે થી ત્રણ ખેડૂતો દ્વારા આ વર્ષ ચાઇનીઝ કોબીજ નું વાવેતર કયું છે અને આ ચાઇનીઝ કોબીજ મોટા ભાગે લગ્ન પ્રસંગોમાં અને મોટી નાની હોટલોમાં વપરાશ થતો હોય છે ત્યારે બજારમાં ભાવ પણ ખુબજ મળે છે
તો આ ચાઇનીઝ કોબીજ ખાવાથી વિટામીન પણ થી ભરપુર હોય છે અને જેથી જ તે બજાર માં ભાવ મળે છે અને બજાર માં છુટકમા ૫૦ થી ૮૦ રૂપિયામાં પર પ્રીસ વેચાય છે અને હોલસેલ માર્કેટ માં ૨૦ કિલો ના ૫૦૦ સુધીમાં વેચાણ થાય છે ત્યારે પ્રાંતિજ માં ફલાવરની ખેતી મોટા ખેડૂત માં જે મણુ નામ મોખરે છે.
એ પટેલ મિતેશભાઇ જશુભાઈ એ પોતાના ખેતરોમાં આ વર્ષ માત્ર અખતરો કરવામાટે બે જેટલા પાળીયા જેટલું વાવેતર કર્યું છે અને ભાવ પણ સારો એવો મળે છે જેથી અન્ય ખેડૂતો ને પણ ચાઇનીઝ કોબીજ નું વાવેતર કરવા માં મિતેશભાઇ પટેલે જણાવ્યું હતું .