પ્રાંતિજ ખાતે ડોકટરો, ૧૦૮નો સ્ટાફનો સન્માન કાર્યક્રમ યોજાયો

પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડોકટરો, ૧૦૮નો સ્ટાફ, સેવાભાવી સંસ્થાઓ, આગેવાનોનું પ્રમાણ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું.
પ્રાંતિજ ખાતે સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જાયન્ટસ ગ્રુપ ઓફ પ્રાંતિજ તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન પ્રાંતિજ તથા એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજ ખાતે આવેલ ગાયત્રી હોસ્પિટલ ખાતે કોરોના વોરિયર્સોનું સન્માન કરવામાં આવ્યુ હતું જેમાં પ્રાંતિજના ડોકટરો, ૧૦૮નો સ્ટાફ સેવાભાવી સંસ્થાઓ તથા કોરોના કપરા કાળમાં પોતાની જાનની પરવા કર્યા વગર સેવા કરી રહેલ વિવિધ સમાજના આગેવાનો સરપંચોનું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતું
જેમાં કોરોના વોરિયર્સોમાં ડોકટર નિતીનભાઈ પટેલ, ડોકટર નિલભાઈ, ડોકટર કેયુરભાઈ પ્રજાપતિ તથા વિનોદભાઈ દરજી, ૧૦ૅ૮ની ટીમ, નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ કડીયા, સી.કે. પટેલ, ઘનશ્યામભાઈ ભાવસાર, શહિદભાઈ ભાણા વાલા, જમનાદાસભાઈ વકીલ, શામળભાઈ પટેલ, સહિતના કોરોના વોરિયર્સનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યુ હતું.