પ્રાંતિજ ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કરાયા
અત્યાર સુધીમાં ૧૪૨૬ બહેનોએ તાલીમ લીધી : ૭૮૦ બહેનો હાલ તાલીમબાદ રોજગારી મેળવેલ છે. : ૯૭ બહેનો ને તાલીમ બાદ પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં .
પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા “જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર” ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં . સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સર્જન ફાઉન્ડેશન પ્રાંતિજ દ્વારા “જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર” ખાતે તાલીમાર્થી બહેનોને પ્રમાણ પત્ર વિતરણ કરવામાં આવ્યાં .
પ્રાંતિજ ખાતે કાર્યરત સર્જન ફાઉન્ડેશન દ્વારા બહેનો ને વિવિધ રોજગાર લક્ષી તાલીમો આપી પગભર થવાના ઉદેશથી વર્ષ ૨૦૧૧-૧૨ મા ” જીવન કૌશલ્ય તાલીમ કેન્દ્ર “શરૂ કરવામાં આવ્યું હતું જેમાં સિવણ તાલીમ , બ્યુટી પાર્લર તાલીમ , હેન્ડીક્રાફટ ની તાલીમ અને કોમ્પ્યુટર જેવી તાલીમો દ્વારા આજ સુધીમાં કુલ-૧૪૨૬ બહેનો ને વિવિધ તાલીમો આપવામાં આવી જેમાંથી ૭૮૦ બહેનો અત્યારે રોજગારી મેળવી પગભર બની છે
તો સેન્ટર ને આઠ વર્ષ પુરા થતાં હોઇ નવમાં વર્ષ માં મંગલ પ્રવેશ અને તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના હેલ્થ અગ્રસચિવ ર્ડા.જયંતિ એસ.રવિ , સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશાહ ભાલચંદ્રભાઇ , ટ્રસ્ટી રવિ ગોપાલન , શરદભાઇ પરીખ , સુશીલાબેન સુબોધ , પ્રતિમા બેન શાહ ઉપસ્થિત મહેમાનો ના હસ્તે સિવણ તાલીમ વર્ગ ની ૬૪ , બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફટ ની ૩૩ મળી કુલ-૯૭ તાલીમાર્થી બહેનો ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં તો ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્યકરીને નવમાં વર્ષ માં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો હતો
તો આ કાર્યક્રમ ને સફળ બનાવવામાં સંસ્થાના પ્રોજેક્ટ ઓફિસર અશોકભાઈ પરમાર , બ્યુટી પાર્લર અને હેન્ડીક્રાફટ ઇન્સ્ટ્રકટર નેહાબેન ભટ્ટ , સિવણ તાલીમ વર્ગ ના ઇન્સ્ટ્રકટર શબાનાબાનું ધોરી તથા તાલીમાર્થી બહેનોએ નોંધનીય કામગીરી કરી હતી તો આ પ્રસંગે બહેનો દ્વારા જાતે બનાવેલા નમુના ઓનુ પણ સુંદર પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં આવનાર મહેમાનો દ્વારા નિહાળવામાં આવ્યું હતું.