પ્રાંતિજ ખાતે દલિત અધિકાર મંચ દ્વારા પ્રાંન્ત અધિકારીને આવેદનપત્ર આપ્યું
(તસ્વીરઃ- મનુ નાયી, પ્રાંતિજ)
તુધલકા બાદ દિલ્હી ખાતે ૬૦૦ વર્ષ જુનુ ઐતિહાસિક ગુરૂ રવિદાસ મંદિર નું પુન સ્થાપના કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે દલિત અધિકાર મંચ પ્રાંતિજ તથા સમગ્ર અનુસૂચિ જાતિ ના પ્રતિનિધિઓ દ્વારા પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે જઇને પ્રાન્ત કચેરી તથા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું
તાજેતરમાં જ તુધલકા બાદ ન્યુ દિલ્હી ખાતે આવેલ ૬૦૦ વર્ષ જુનુ અને ઐતિહાસિક ગુરૂ રવિદાસ મંદિર ને ડીડીએ દ્વારા તોડી પાડવામા આવ્યું હતું જેના લીધે આ દેશના ગુરૂ રવિદાસ જી માં શ્રધ્ધા અને આસ્થા ધરાવતા લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે તથા અમોને અન્યાય થયો હોવાનું પ્રતિત થયું છે તો સંતોમાં એકમાત્ર સંત શિરોમણિ ગુરૂ રવિદાસ જી ની હયાતી માં તેમના દિવ્ય જ્ઞાન થી પ્રસન્ન થઈ તત્કાલીન દિલ્હી શાસક સિકંદર લોધી એ તેઓને આ જમીન દક્ષિણામા આપેલ હતી ત્યાંરે આ ઐતિહાસિક વારસાનું જતન કરવાના બદલે તેનું ડિમોલેશન કરવાની કાર્યવાહી પ્રશાસન દ્વારા કરી ખૂબજ ગંભીર પ્રકાર નું ધોર નિંદનિય કૃત્ય કરી મહાપાપ કર્યું છે તો સંત શિરોમણિ ગુરૂ રવિદાસ જી મંદિર પુનઃસ્થાપિત થાય તેવી અમો માંગણી સાથે પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે આવીને શિરેદદાર ને તથા મામલતદાર કચેરી ખાતે પ્રાંતિજ ઇનચાર્જ મામલતદાર ડી.એલ.રાઠોડ ને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.*