પ્રાંતિજ ખાતે દિવ્યાંગ બાળકોને ફટાકડા -મીઠાઈનું વિતરણ કરાયું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો ને ફટાકડા તથા મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું . પ્રાંતિજ રેલ્વે સ્ટેશન વિસ્તાર માં આવેલ બીઆરસી ભવન ખાતે દિવાળી ના તહેવાર ને લઇને દિવ્યાંગ બાળકો ને ફટાકડા તથા મીઠાઈ નું વિતરણ કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે પ્રાંતિજ ના મહંત શ્રી સુનીલદાસજી બીઆરસી જીજ્ઞેશભાઇ પટેલ અને આ આઇડી સ્ટાફ સહિત વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં તો બાળકો ને ફટાકડા તથા મીઠાઈ અને નોટબુક મળતા તેવો ના ચહેરા ઉપર સ્મિત જોવા મળી હતી .