પ્રાંતિજ ખાતે પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધારા સામે ટ્રક ના પૈડા થંભ્યા
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પેટ્રોલ-ડીઝલ ના વધેલા ભાવ વધારા ને લઈ ને રેતી-કંપચી ના ધંધા સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્રારા ભાવ વધારા ને લઈ ને છેલ્લા પાંચ દિવસ થી હડતાલ ઉપર છે અને પેટ્રોલ-ડીઝલ ભાવ ધટાડવાની માગ કરી રહ્યા છે .
પેટ્રોલ-ડીઝલ નો ભાવ વધારો થતા તેની અસર ઠેરઠેર જોવા મળી રહી છે ત્યારે પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે પણ કંપચી-રેતી નો ધંધો કરતા એસોસિયેશન દ્રારા પણ છેલ્લા પાંચ દિવસ થી હડતાલ ઉપર ઉતર્યા છે અને હડતાલ ઉપર ઉતરતા ટ્રક ના પૈંડા પણ થંભી ગયા છે તો કંપચી-રેતી નો ધંધો કરતા એસોસિયેશન દ્વારા જણાવવામા આવ્યુ છે કે
પેટ્રોલ-ડીઝલ ના ભાવો વધારો થતા દરેક ધંધા ઉપર અસર જોવા મળી છે અને અગાઉ કોરોના ને લઈ ને અમે બેસી રહ્યા છીએ અને પાછુ ચાલુ થતા પેટ્રોલ-ડીઝલ ના તોતીંગ ભાવ વધારા અમારા ધંધાઓ ઉપર અસર પડી છે અને જો વધારે ભાવ માગીએ તો અમને મલતા નથી અને આપતુ નથી અને ભાવ વધારો કરીએ તો ગ્રાહકો ને પણ પરવડે તેમ નથી તો બીજીબાજુ પેટ્રોલ-ડીઝલ ના ભાવો ની સાથે ઓઈલ , ટાયર , સ્પોર્ટસ સહિત ના ભાવો મા વધારો થતા અમારે ધર ના મુકવાના આવે તેવી સ્થિતિ પેદા થાય છે
જેથી સરકાર દ્વારા ઝડપ થી ભાવ વધારો પરત લે પેટ્રોલ-ડીઝલ મા ભાવ ધટાડો કરે તેવી માંગ પણ ઊઠવા પામીછે અને અમે પણ પ્રાંતિજ તાલુકામા રેતી-કંપચી નો ધંધો કરતા તમામે તમામ અમારા ઉપલા એસોસિયેશન નોની સાથે ભાવ વધારા ની વિરોધ મા છીએ અને છેલ્લા પાંચ દિવસ થી ધંધા રોજગાર બંધ રાખ્યા છે અને રેતી-કંપચી ના ધંધા સાથે ટ્રક ના પૈંડા છેલ્લા પાંચ દિવસથી અચોક્કસ મુદત ને લઈ ને થભી ગયા છે .