પ્રાંતિજ ખાતે ” પ્લાસ્ટિક મુકત ભારત ” ઉપક્રમે કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ:સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક મુકત ભારત કાર્યક્રમ અન્વયે સંકલ્પ પત્ર સાથે કાપડ ની થેલી નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વેપારીઓ સહિત નગરજનો ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજી ની ૧૫૦ મી જન્મ જયંતિ નિમિત્તે ” સીંગલયુજ પ્લાસ્ટિક મુકત ભારત ” ના જન આંદોલન ની શરૂઆત કરવા અંગે કરેલા આહવાન ને લઇને પ્રાંતિજ નગરપાલિકા દ્વારા પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ પટેલ સમાજ ની વાડી ખાતે સ્વચ્છતા એજ સેવા અંતર્ગત ” પ્લાસ્ટીક મુકત ભારત ” કાર્યક્રમ નું આયોજન ૨ જી ઓક્ટોબર ના રોજ કરવામાં આવ્યું હતું
જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડ , પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ , સાબરકાંઠા બેક ના ચેરમેન મહેશભાઈ પટેલ , તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ , નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ , નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ સહિત નગરપાલિકા કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો તથા નગર ના આગેવાનો નગરજનો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
તો આ પ્રસંગે ઉપસ્થિત સોવકોઇ એ સ્વચ્છતા ના શપથ લીધા હતા તો પ્લાસ્ટિક મુકત ભારત બનાવવા પ્રાંતિજ નગરપાલિકા ના પ્રમુખ ગીતાબેન પટેલ તથા નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ દ્વારા વેપારીઓને તથા ઉપસ્થિત નગરજનોને ને પ્લાસ્ટિક ની થેલીઓનુ ના રાખવા અને ઉપયોગ ના કરવા ઉપસ્થિત સોવકોઇ ને અપીલ કરી હતી અને ઉપસ્થિત રહેલ નગરજનો વેપારીઓ ને કાપડ ની થેલીઓનુ વિતરણ કરવામાં આવ્યું હતું .
ફોટા મોકલેલ છે