Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા તાલુકા-શહેરની બ્રૃહદ સંકલન બેઠક યોજાઇ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા તાલુકા-શહેર ભાજપ કાર્યકરો ની બેઠક યોજાઇ હતી જેમાં સાંસદ પરબતભાઇ પટેલ  , ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , જિલ્લા પ્રભારી દુષ્યંતભાઇ પંડયા , જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ  , પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ સહિત ભાજપ કાર્યકરો ભાજપ પ્રમુખો  ઉપસ્થિત રહ્યા હતાં .

પ્રાંતિજ  ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા આગામી સ્થાનીક સ્વરાજયની ચુંટણી અંતર્ગત પક્ષના તમામ મોરર્ચા તથા તમામ વિભાગોની અલગ અલગ બેઠકનું આયોજન કરી પક્ષના આગેવાનો દ્વારા કાર્યકરો-હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવે છે. જે અંંતર્ગત પ્રાંતિજ શહેર-તાલુકા ભાજપ દ્વારા બ્રૃહદ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ.

જેમાં પ્રદેશના ચુંટણી પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા તથા પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઈ પટેલ તથા જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલે અગ્રણી આગેવાનોને સંબોધ્યા હતા આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, વી.ડી.ઝાલા,સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ ,  જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા , ભાજપ તાલુકા પ્રમુખ બળવંતભાઇ પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ ,

નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા , નગરપાલિકાના  પૂર્વ પ્રમુખ અને હિંમતનગર નગરપાલિકાના ચુંટણી ઇનચાર્જ  નિરવભાઇ પરીખ , હિતેશભાઈ પટેલ વગેરે અનેક આગેવાનો ઉપસ્થિત રહી અન્ય બેઠકોમાં પણ મહિલા મોરર્ચા, યુવા મોરર્ચા, બક્ષીપંચ મોરર્ચા, મીડીયા-સોશ્યલ મીડીયા વગેરે અન્ય મોરર્ચાઓની બેઠકમાં પણ ચુંટણીલક્ષી તથા પેજ પ્રમુખ, પેજ કમીટી, શક્તિ કેન્દ્રો વિશેની ચર્ચા કરવામાં આવેલ. તેમજ વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન  નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ  , બળવંતભાઇ પટેલ  દ્વારા કરવામાં આવ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.