પ્રાંતિજ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં પ્રાંતિજ સહિત તાલુકા ના લોકો એ લાભ લીધો હતો .
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી રાંદલ મહાકાલી મંદિર ખાતે મફત નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં પ્રાંતિજ સહિત તાલુકામાંથી દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાથ-પગ ધૂંટણ નો દુખાવો થતા લોકોએ આ કેમ્પ નો ધર આગળ લાભ લીધો હતો તો
અમદાવાદ ખાતે આવેલ સેન્ટારા હોસ્પિટલ ના તબીબી ર્ડા. જેસીન પટેલ દ્વારા ઉપસ્થિત રહીને દર્દીઓની એકસરે ફોટો કોપી પડાવી હાથપગ ઢીંચણ ના દુખાવાઓ સહિત નું મફત નિદાન કરવામાં આવ્યું હતું તો આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી ઉપસ્થિત રહ્યા હતાં અને કેમ્પ ને જરૂરીયાત મંદો માટે ખુલ્લો મુકાવ્યો હતો તો વિજયભાઈ પટેલ , હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ , શૈલેષભાઈ ત્રિવેદી , વિપુલ ભાઇ ભોઇ સહિત ઉપસ્થિત રહીને પોતાની સેવાઓ પુરી પાડી હતી .