પ્રાંતિજ ખાતે મહારાષ્ટ્રના જલગાંવથી નિકળેલી જયોત યાત્રાનું સ્વાગત
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહારાષ્ટ્ર ના જલગાંવ થી નિકળેલ પવિત્ર જયોત યાત્રા નું ડીજે ના તાલે વાજતેગાજતે પ્રાંતિજ સિંધી સમાજ ના ભાઇ-બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર ના જલગાંવ થી નિકળેલ પવિત્ર જયોત યાત્રા પ્રાંતિજ ખાતે આવી પહોચતા પ્રાંતિજ ખાતે રહેતા સિંધી સમાજ ના ભાઇ-બહેનો નો દ્વારા પ્રાંતિજ ત્રણ રસ્તા ખાતે ફુલહાર પહેરાવી ને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને સિંધી સમાજ ના ભાઇ-બહેનો દ્વારા જોત ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો પ્રાંતિજ ત્રણ રસ્તા થી ભાખરીયા બસસ્ટેન્ડ સુધી સિંધી સમાજ ના ભાઇ-બહેનો દ્વારા ડીજે ના તાલે વાજતેગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તો મહારાષ્ટ્ર ના જલગાંવ થી નિકળેલ પવિત્ર જયોત યાત્રા નું ગુજરાત ભરમાં ત્રણ મહિના સુધી જુદી જુદી જગ્યાએ થઇ ને નાના મોટા ૧૫૦૦ શહેરમાં જશે તો જલગાંવ ખાતે ૩,૩૨૦૦ સ્વેરફુટ ની વિશાળ ભૂમિ પર પ્રભુ શ્રી રામ અને ભગવાન શ્રી ઝુલેલાલ ની ૧૦૮ ફુટ ની પ્રતિમાઓ નું નિર્માણ કરવામાં આવશે અને હિંગળાજ માતાનું ભવ્ય વિશાળ મંદિર નું પણ નિર્માણ કરવામાં આવશે સાથે સંતો નું પણ મ્યુઝિયમ અને ભવ્ય હોસ્પિટલ બનાવવામાં આવશે
જેમાં દર્દીઓને ફી સેવા આપવામાં આવે છે તો બહાર થી આવતાં દર્શનાર્થીઓ માટે રહેવાની સુવિધા સાથે મોટું તિથ સ્થાન બનશે ત્યારે આજે ૬૮ મા દિવસે પ્રાંતિજ ખાતે પવિત્ર જયોત યાત્રા આવી પહોચતા તેનું પ્રાંતિજ ખાતે રહેતા સિંધ સમાજ ના પ્રમુખ ધરમદાસ ટેકવાણી , રાજુભાઇ કિમતાણી , વકીલ જમનાદાસભાઇ નરસિધાણી , રતિલાલ ટેકવાણી , કમલેશભાઇ બાલાણી , સહિત સિંધી સમાજ ના ભાઇ-બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને ભવ્ય સ્વાગત કર્યું હતું .