પ્રાંતિજ ખાતે માસ્ક પહેર્યા વગર ફરતા લોકો પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પોલીસ દ્વારા માસ્ક પહેરવાની જાગૃતિ લાવ્યા બાદ પણ નગરના વિવિધ વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકો ને દંડ ની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી .
ભારત સરકાર દ્વારા લોકડાઉન બાદ હવે અનલૉક 1 ની જાહેરાત કરાઇ છે. અને અનલૉક વનમાં અમુક છૂટછાટ સાથે વેપાર ધંધા ખોલવાની પરવાનગી અપાઇ છે અને સરકાર દ્વારા અમુક ગાઇડલાઇન્સ પણ જાહેર કરવામાં આવી છે આ ગાઇડલાઇન્સ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ રાખવું તેમજ ,માસ્ક પહેરવું ફરજિયાત જેવી બાબતોનું ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે.
પરંતુ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ માં લોકો માસ્ક વગર ફરતા હતા અને સરકારની ગાઇડલાઇન્સ ના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા સરકાર ની ગાઇડલાઇન્ નું પાલન કરાવવા જે લોકો માસ્ક વગર ફરતા હતા તેમને રોકી અને 200 રૂપિયાની દંડની પાવતી આપી અને દંડ વસૂલાયો હતો અને અત્યાર સુધીમાં ૧૭૫ માસ્ક વગર ફરતા લોકો જોડે દંડ વસુલાયો છે પ્રાંતિજ પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ૩૫૦૦૦ રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.
શરૂઆત માં માસ્ક બાબતની ગાઈડ લાઈન નું પાલન કરાવવાની અને દંડની કાર્યવાહી ની જવાબદારી નગરપાલિકા પાસે હતી પરંતુ હવે આ જવાબદારી સરકાર દ્વારા પોલીસ ખાતાને આપવામાં આવી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા એસપી ચૈતન્ય રવિન્દ્ર મંડલીક ની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક કે.એચ.સૂયંવશી ની માર્ગદર્શન હેઠળ પ્રાંતિજ પીઆઇ એમ.ડી.ચંપાવત ના માર્ગ દર્શન હેઠળ પ્રાંતિજ પીએસઆઈ બી.ડી.રાઠોડ તથા મહિલા પીએસઆઈ એ.બી.મિસ્ત્રી તથા ટાઉન પોલીસ જમાદાર હરીચંદ , પોલીસ કોન્સ્ટેબલ વસંતભાઈ પટેલ , પોલીસ કોન્સ્ટેબલ જીગ્નેશ ભાઇ , પોલિસ કોન્સ્ટેબલ દુલેસિંહ સહિત પોલીસ સ્ટાફ દ્વારા પ્રાંતિજ નગર મા માસ્ક વગર ફરતાં લોકોને દંડ આપી જાગૃતકરી કાયદાનું કડક પાલન કરવા નગરજનોને જણાવ્યું હતું .