પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇઓનું સ્નેહ સંમેલન યોજાયુ

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઇ- બહેનોનુ સ્નેહ સંમેલન અને સામાન્ય સભા યોજાઈ હતી જેમા સમાજ ના તેજસ્વી તારલાઓનુ સન્માન કરવામા આવ્યુ હતુ તો પ્રમુખ -હોદ્દેદારો સહિત નવી કારોબારી ની રચના કરવામા આવી હતી .
પ્રાંતિજ ત્રિવેદી મેવાડા વાડી ખાતે પ્રાંતિજ ખાતે રહેતા સમસ્ત બ્રહ્મસમાજ નો સ્નેહ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો જેમા બ્રહ્મસમાજ ના તેજસ્વી તારલાઓ નુ ઈનામ આપી સન્માન કરવામા આવ્યુ હતુ તો આ વર્ષે ઈનામ ના દાતા તરીકે ભાનુભાઈ કાન્તિભાઇ રાવલ પરિવાર હસ્તે આશિષ ભાઇ દ્રારા બાળકો ને ઈનામ આપવામા આવ્યા હતા તો બ્રહ્મ સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને બાદમા સામાન્ય સભા યોજાઈ હતી
જેમા આવનાર બે વર્ષ માટે નવા પ્રમુખ હોદેદારો અને કારોબારી ની વરણી કરવામા આવી હતી જેમા પ્રમુખ તરીકે રાવલ સમાજ ના હર્ષદભાઈ લક્ષ્મણ ભાઇ રાવલ (લાંબા) ની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામા આવી હતી તો મંત્રી સહિત હોદેદારો , કારોબારી સભ્યો ની નિમણૂંક કરવામા આવી હતી નવા વરાયેલા પ્રમુખ હર્ષદભાઈ લક્ષ્મણ ભાઇ રાવલ નુ ફૂલહાર પહેરાવીને સન્માન કરવામા આવ્યુ હતુ તો આ પ્રસંગે સમસ્ત બ્રહ્મ સમાજ ના વડીલો આગેવાનો સહિત પૂર્વ પ્રમુખ પ્રકાશભાઇ મહારાજ , યોગેશભાઇ રાવલ , શુભુભાઇ રાવલ , મધુભાઇ રાવલ , અરવિંદભાઈ રાવલ , પ્રતાગભાઇ ત્રિવેદી , જીગ્નેશભાઈ , ગોર સાહેબ સહિત કારોબારી સભ્યો સમસ્ત બ્રહ્મસમાજ ના ભાઇ બહેનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા અને એકબીજા ને શુભેચ્છાઓ શુભેચ્છાઓ પાઠવી હતી .