પ્રાંતિજ ખાતે લીઝ માલિક દ્વારા મૃતકના પરિવારને પાંચ લાખની સહાય
લીજ માલિકે માનવતા ધર્મ નિભાવ્યો – રેતી ભરેલ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો .
અકસ્માત માં બાઇક સવાર નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તંત્ર અને પોલીસ ની કામગીરી પણ સહારણારૂપ
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા ખાતે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માત માં મૃત્યુ પામેલા બાઇક સવાર ના પરિવાર ને લીજ માલિક દ્વારા પાંચ લાખ ના ચેક અર્પણ કરવામાં આવ્યો .
પ્રાંતિજ ના સીતવાડા-નવાપુરા ખાતે તારીખ૨૭|૧૧|૨૦૧૯ ના રોજ રેતી ભરેલ ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ઉપર જઇ રહેલ રાઠોડ સુરપાલસિંહ કેસરીસિંહ રાઠોડ નું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું તો અન્ય બે ગજેન્દ્રસિંહ વિનુસિંહ રાઠોડ તથા ચેતનસિંહ વિનુસિંહ ને શરીરે તથા માથાના ભાગે ઇજાઓ પહોચતા તેમણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં
તો જેતે સમયે મૃતક સુરપાલસિંહ કેસરીસિંહ રાઠોડ ના પરિવાર દ્વારા મૃતક ની લાશ સ્થળ ઉપર થી સ્વિકારવાની ના પાડી હતી તો સ્થાનિક તંત્ર તથા તાલુકા વિકાસ અધિકારી નિતિનભાઇ પટેલ તથા પ્રાંતિજ પીઆઈ એમ ડી ચંપાવત તથા તાલુકા પ્રમુખ રાઠોડ બેચરસિંહ તથા ગામના સરપંચ તથા ગામજનો દ્વારા આખરે મામલો થાળે પડયો હતો તો મૃતક ને પ્રાંતિજ ખાતે પીએમઅર્થે ખસેડવામાં આવ્યો હતો તો લીજ માલિક દ્વારા પણ પોતાની ફરજ સમજી માનવંતા નો ધર્મ નિભાવ્યો અને આગળ આવી મૃતક રાઠોડ સુરપાલસિંહ કેસરીસિંહ ના પરિવાર ને તેમણી ધર્મ પત્ની ને પાંચ લાખ નો ચેક સહાય કરી માનવ ધર્મ નિભાવ્યો તો આ પ્રસંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા બન્ને પીએસાઇઓ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો .