પ્રાંતિજ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઇ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/0308-prantij-2-1024x536.jpg)
(તસ્વીરઃ-મનુભાઇ નાયી, પ્રાંતિજ)
(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં બકરી ઈદ અને શ્રાવણ માસ પવિત્ર તહેવાર ને લઇને પ્રાંતિજ પી.આઇ રાકેશભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા શાંતિ સમિતિ ની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગર ના અગ્રણીઓ વેપારીઓ વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત ની બેઠક યોજાઇ.
પ્રાંતિજ ખાતે દરવર્ષ ની જેમ આવર્ષે પણ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પી.આઇ રાકેશભાઇ બ્રહ્મભટ્ટ ની અધ્યક્ષતામા શાન્તિ સમિતિ ની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઇ હતી જેમાં રહિશભાઇ કસ્બાતી , પૂર્વ નગરપાલિકા પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકા પૂર્વ પ્રમુખ રતિલાલ ટેકવાણી , નગરપાલિકા પૂર્વ પ્રમુખ નિરવભાઇ પરીખ , અલ્પેશ ભાઇ રાવલ , નટુભાઇ બારોટ , રાણા વકીલ , જયંતિ ભાઇ પટેલ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લીમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શાન્તિ અને એક્તા જળવાઇ તે માટે ની પ્રાર્થના કરી હતી.*