Western Times News

Gujarati News

પ્રાંતિજ ખાતે સરદાર પટેલ સાહેબની ૧૪૪ મી જન્મ જયંતિની ઉજવણી

 

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે લોખંડી પુરૂષ સરદાર પટેલ સાહેબ ની ૧૪૪ મી જન્મ જયંતિ નિમિત્તે પ્રાંતિજ નગરપાલિકા  સિનિયર સિટીઝન મંડળ તથા પાટીદાર સમાજ ના ભાઇ-બહેનો ઉપસ્થિત રહીને સરદાર પટેલ સાહેબ ની પ્રતિમા ને સુતર ની આંટી તથા ફુલો ની માળા પહેરાવી ને જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી .

પ્રાંતિજ ખાતે સરદાર પટેલ સાહેબ ની ૧૪૪ મી જન્મ જયંતિ નિમિત્તે ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાંતિજનગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો તથા ચીફ ઓફિસર તથા નગરપાલિકા સ્ટાફ તથા સિનિયર સિટીઝન મંડળ ના સભ્યો તથા પ્રાંતિજ ખાતે રહેતા પાટીદાર સમાજ ના આગેવાનો સહિત પાટીદાર સમાજ ના ભાઇ-બહેનો ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને પ્રાંતિજ નાનીભાગોળ ખાતે આવેલ સરદાર પટેલ ના બાવલા ને ફુલહાર પહેરાવી તેમણી પ્રતિમા આગળ રાષ્ટ્રીય એકતા માટે શપથ લીધા હતાં

તો નગરપાલિકા પ્રમુખ સહિત કોર્પોરેટરો તથા સિનિયર સિટીઝન મંડળ ના સભ્યો દ્વારા રન ફોર યુનિટી માં ભાગ લીધો હતો તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલ તથા નગરપાલિકા કોર્પોરેટરો તથા નગરપાલિકા ચીફ ઓફિસર વિશાલ ભાઇ પટેલ  , સિટીઝન મંડળ ના મંત્રી સમિષ્ઠા બેન ખમાર  , ધનજીભાઈ પટેલ સહિત મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં

તો પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે પણ સરકાર પટેલ ની જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી અને તેમણી પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ જવાનો દ્વારા રાષ્ટ્રીય એકતા માટે શપથ લીધા હતા અને તો પ્રાંતિજ સહિત તાલુકા માં સરદાર પટેલ સાહેબ ની ૧૪૪ મી જન્મજયંતિ ઉજવણી કરવામાં
આવી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.