પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા બાળ સંસ્કાર શિબિર યોજાઇ
(પ્રતિનિધિ) પ્રાંતિજ 08062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંધી સમાજ દ્વારા બાળ સંસ્કાર શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજ ના ભૂલકાંઓ બાળકો એ ભાગ લીધો હતો જેમાં જ્ઞાન ,ગમ્મત સાથે સંસ્કાર વિષેનુ જ્ઞાન બાળકોએ પ્રાપ્ત કર્યું.
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ શ્રી મહાકાલી રાધલ વાડી ખાતે તારીખ બે જૂન થી આઠ જૂન સુધી ભારતીય સિંધુ સમાજ પ્રેરિત બાળ વિકાસ શિબિર નું આયોજન પ્રાંતિજ-તલોદ સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું સિંધી સમાજ ના બાળકો માં રાષ્ટ્રીય ભાવના , દેશભકિત અને સંસ્કારોનું સિંચન થાય તેમજ લુપ્ત થતી સિંધી ભાષા અવિરતપણે ચાલુ રહે તેવા શુભ આશય થી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું તો આ શિબિર ના અંતિમ દિવસે પૂર્વ બાળવિકાસ મંત્રી માયાબેન કોડનાળી , સિંધી સમાજ ના ઉપાધ્યક્ષ ગૌતમભાઇ તર્માટ પ્રાંતિજ સિંધી સમાજ ના પ્રમુખ ધરમદાસ ટેકવાણી તેમજ પ્રાંતિજ, તલોદ, હિંમતનગર , ઇડર ના સિંધી સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં સમગ્ર શિબિર નું સંચાલન તલોદના દિપુભાઇ પબરેજા , પ્રાંતિજ ના કમલેશભાઇ બાલાણી , સંતોષભાઇ કિમતાણી તેમજ સમાજ ના યુવાનોએ કર્યું હતું તો આ પ્રસંગે જમનાદાસભાઇ વકીલ , પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર રાજેશભાઇ ટેકવાણી , નગરપાલિકા કોર્પોરેટર જગદીશભાઇ કિમતાણી અને પ્રાંતિજ સમસ્ત સિંધી સમાજ ના ભાઇ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમ નું સમાપન રંગે ચંગે કરવામાં આવ્યું હતું.*