પ્રાંતિજ ખાતે સિનિયર સિટીઝન મંડળની વાર્ષિક પ્રથમ સાધારણ સભા મળી
(પ્રતિનિધિ) પ્રાંતિજ 10062019 : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કાર્યરત સિનિયર સિટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા પ્રાંતિજ ખાતે આવેલ પાંજરાપોળ ખાતે યોજાઇ હતી જેમાં સિનિયર સિટીઝન ના કારોબારી સભ્યો સહિત મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાંતિજખાતે કાર્યરત સીટીઝન મંડળની પ્રથમ વાર્ષિક સાધારણ સભા પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ પાંજરાપોળ ખાતે યોજાઇ હતી જેમાં સૌપ્રથમ ગણેશ વંદના કાર્યક્રમથી સભાની શરૂઆત થઈ હતી તો વર્ષ ૨૦૧૮થી વર્ષ ૨૦૧૯ સુધીમાં અવસાન થયેલ સિનિયર સિટીઝન મંડળ ના સભ્યો તથા સુરત ટયુશન કલાસીસ માં મૃત્યુ પામેલા વિધાર્થીઓને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી તો ઉપસ્થિત મહેમાનો નું ફૂલછડી આપી સન્માન કરવામાં આવ્યું હતું તો સિનિયર સિટીઝન મંડળ ના સક્રિય સભ્ય અને કારોબારી સભ્ય મણીભાઇ કે.પટેલ કે જેવો પોતાના પરિવાર સાથે અમેરિકા સ્થાયી જવા જઇ રહ્યા છે તેવોનુ તથા તેમના ધર્મ પત્ની નું ફૂલછડી અને શાલ ઓઢાડીને સિનિયર સિટીઝન મંડળ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો અરવિંદભાઇ મોદી દ્વારા જનકલ્યાણ યોજના તથા મંત્રી શર્મિષ્ઠા બેન ખમાર દ્વારા વર્ષ દરમ્યાન થયેલ કાર્યક્રમ તથા યોજાનારા કાર્યક્રમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી
તો મંડળ ના ખજાનચી પ્રભુ દાસ ભાઇ પ્રજાપતિ દ્વારા ગતવર્ષના હિસાબોનું વાંચન કરવામાં આવ્યું હતું તો મંડળ ના પ્રમુખ સી.કે.પટેલ અનિવાર્ય કારણોસર હાજર રહી શકયા નહતા પણ તેવોએ મંડળ ના સભ્યો માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો મંત્રી ધનજીભાઈ પટેલ દ્વારા મંડળ ના સભ્યો તથા ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું
તો ઉપપ્રમુખ મનુભાઇ પટેલ દ્વારા ઉપસ્થિત મહેમાનો નો પરિચય આપી સન્માન કર્યું હતું તો પ્રસંગે કેનેડા બેક ના ઉપસ્થિત કર્મચારી જય રાવલ દ્વારા સિનિયર સિટીઝન માટે ની બેકિંગ સેવાઓ વિમાઓ મેડીકલ પોલીસી વગેરે વિશે વિસ્તૃત માહિતી આપી હતી
આ પ્રસંગે સમારંભ ના અધ્યકક્ષ તરીકે પ્રાંતિજ પાંજરાપોળ ના પ્રમુખ શરદભાઇ પરીખ , સાબરકાંઠા-અરવલ્લી સિનિયર સિટીઝન મંડળ ના પ્રમુખ મધુકરભાઇ ખમાર , પૂર્વ સાંસદ જયસિંહ ભાઇ ચૌહાણ ,સિનિયર સિટીઝન મંડળ ના ઉપપ્રમુખ મનુભાઇ પટેલ સહિત મંડળ ના મંત્રી કારોબારી સભ્યો અરવિંદભાઇ રાવલ પ્રસારાજા ,શભુભાઇ રાવલ , રસિકભાઇ પટેલ સહિત મંડળ ના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં તો સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન મંડળ ના મંત્રી શર્મિષ્ઠા બેન ખમાર , મંત્રી ધનજીભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.*