પ્રાંતિજ ખાતે સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે સુભાષ ચંદ્ર બોજની ૧૨૫ મી જન્મ જયંતિ ની ઉજવણી નગરપાલિકા કોર્પોરેટર તથા ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા કરવામાં આવી .
પ્રાંતિજ ભાખરીયા બસ સ્ટેશન ખાતે આવેલ સુભાષ ચંદ્ર બોજ ની પ્રતિમાને તેમણી ૧૨૫ મી જન્મ જયંતિ નિમિત્તે તેમની પ્રતિમાની સફાઇ કરાવી પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા સુભાષચંદ્ર બોજની તેમણી પ્રતિમાને પુષ્પોની માળા પહેરાવી ને જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી
તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા , નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ ગીરીશભાઈ પટેલ , ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , મંત્રી નિકુંજભાઇ રામી , નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી , નગરપાલિકાના કોર્પોરેટર મહેબુબભાઇ ભાઇ બલોચ , ગોવિદસિંહ તથા ભાજપ યુવા મોરચા ના પ્રમુખ કુશવ ભાઇ , મંત્રી વિપુલભાઈ સહિત યુવાનો હાજર રહ્યા હતાં તો પ્રાંતિજ નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં .