પ્રાંતિજ ખાતે સ્વામિવિવેકાનંદની ૧૫૮મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ: સાબરકાંઠાજિલ્લાનાં પ્રાંતિજ ખાતે સ્વામીવિવેકાનંદ ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્વામીજી અમર રહો ના નારા સાથે તેમની પ્રતિમા ને ફુલહાર પહેરાવવામાં આવ્યાં હતાં .
પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ભાંખરીયા બસ સ્ટેશન ખાતે સ્વામીવિવેવાકાનંદ ની ૧૫૮ મી જન્મ જયંતી નિમિત્તે પ્રાંતિજ ખાતે સ્વામીજી ના બાવળા ને ફુલહાર પહેરાવીને સ્વામીજી અમર રહો ના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી તો આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ , તાલુકા ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇ કડીયા ,
રણજીતસિંહ રાઠોડ , પૂર્વ પ્રમુખ અરવિંદભાઇ પરમાર , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , પૂર્વ ગીરીશભાઈ પટેલ , નગરપાલિકાના બાંધકામ સમિતિ ના ચેરમેન રાજેશભાઈ ટેકવાણી , નગરપાલિકાના કોર્પોરેટરો તથા ભાજપ શહેર તથા તાલુકા મંડલ ના ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સ્વામીજી અમર રહો ના નારા સાથે ફુલહાર પહેરાવીને ઉજવણી કરવામાં આવી હતી .