પ્રાંતિજ ખાતે સ્વ.અટલ બિહારી બાજપાઈની જન્મ જયંતિ પ્રસંગે શ્રધ્ધા સુમન
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે વોર્ડ નં -૬ ના કોર્પોરેટરો દ્વારા પોતાના વોર્ડમાં ભારત ના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન સ્વ. અટલબિહારી બાજપાઈ ની જન્મ જયંતિ પ્રસંગે શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી .
ભારત ના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન લોક લાડીલા સ્વર્ગસ્થ અટલબિહારી બાજપાઈ ની જન્મ જયંતિ પ્રસંગે તેમની પ્રતિમા ને ફુલહાર અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પણ કરવામાં આવી હતી તો આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ ના તમામે તમામ કોર્પોરેટરો સહિત વોર્ડ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં જેમાં નગરપાલિકાના પ્રમુખ અરવિંદભાઇ પરમાર , મહેબુબભાઇ બલોચ , મહેશભાઇ , લલ્લુભાઇ દેસાઇ , કમલેશભાઈ સહિત ઉપસ્થિત રહીને શ્રધ્ધા સુમન અર્પી હતી. સંજય રાવલ પ્રાંતિજ.