પ્રાંતિજ ખાતે હોન્ડાના શોરૂમ આગળ જ એકટીવા માલિકે એકટીવા સળગાવી દીધી
ગુસ્સો આવો પણ હોય છે
વારંવાર રજુઆત બાદ પણ હોન્ડા ના શોરૂમ દ્રારા કમ્પલેન સોલ ના કરતા છેવટે કટારીને એકટીવા સળગાવી દીધી .
હોન્ડા ના શોરૂમ આગળ જ પેટ્રોલ છાંટી એકટીવા સળગાવી દીધી .
પ્રાંતિજ ફાયર ને જાણ થતા ધટના સ્થળે દોડી આવી આગ હોલવી પણ એક્ટીવા સળગીને આગ મા ભથ્થુ થઈ ગઈ .
સાડાત્રણ મહિના પહેલાજ હોન્ડા ના શોરૂમ ઉપર થી એક્ટીવા લીધી હતી .
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે હોન્ડા ના શોરૂમ આગળ જ એકટીવા માલિકે પોતાની એક્ટીવા સળગાવી દીધી
પ્રાંતિજ એપ્રોચરોડ ઉપર આવેલ હોન્ડા ના શોરૂમ આગળ જ એકટીવા માલિક વિજયભાઇ કાન્તીભાઇ ભોઇ દ્રારા પોતાની એક્ટીવા ને પેટ્રોલ છાંટી ને સળગાવી દીધી હતી વિજયભાઇ દ્રારા સાડાત્રણ મહિના પહેલા પ્રાંતિજ હોન્ડા ના શોરૂમ ઉપર થી એક્ટીવા છોડાવી હતી તો એક્ટીવા મા કમ્પલેન આવતા તેવો અવરનવર શોરૂમ જતા હતા પણ હોન્ડા ના શોરૂમ માલિક દ્રારા કમ્પલેન સોલ ના થતા
તેવો કમ્પલેન ને કટારી જતા અને આજે પણ તેવો હોન્ડા શો રૂમ ઉપર આવ્યા હતા અને આજે પણ કમ્પલેન સોલ ના થતા તેવો ગુસ્સે થઈ ને પોતાની એક્ટીવા ને હોન્ડા ના શોરૂમ આગળ જ ઉભી કરી પેટ્રોલ લાવી એકટીવા ઉપર પેટ્રોલ છાંટી ને જાતેજ એકટીવા સળગાવી દીધી હતી તો એક્ટીવા સળગતા આજુબાજુમાંથી તથા એપ્રોચરોડ ઉપર અવરજવર કરતા લોકો દોડી આવ્યા હતા તો પ્રાંતિજ ફાયર બ્રિગેડ ને જાણ કરતા પ્રાંતિજ ફાયર બ્રિગેડ પણ ધટના સ્થળે દોડી આવી હતી અને એક્ટીવા મા લાગેલ આગ હોલવી હતી પણ આગે જોતજોતામા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આગમા એક્ટીવા બળી ને ભથ્થુ થઈ ગઈ હતી . પ્રાંતિજ .