પ્રાંતિજ ગલેચી ભાગોળ વિસ્તાર મા આગ લાગતા બે દુકાનોના કેબીન બળી ને આગમા સ્વાહા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/02-scaled.jpg)
પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગલેચી ભાગોળ કોલેજ રોડ વિસ્તાર મા આવેલ કેબીનો મા કોઇ કારણ સર રવિવાર ની વહેલી સવારે આગ લાગતા બે કેબીનો બળીને આગ મા સ્વાહા થઈ ગયા હતા .
પ્રાંતિજ ગલેચી ભાગોળ કોલેજ રોડ ઉપર આવેલ કેબીનોમા રવિવાર ની વહેલી સવારે કોઇ કારણોસર સાઇકલ પંચર ની કેબીન મા આગ લાગતા આજુબાજુના વિસ્તાર મા ભાગદોડ મચી જવા પામી હતી તો જાેત જાેતા મા આગે ઉગ સ્વરૂપ ધારણ કરતા આગ ને લઈ ને કેબીન મા રહેલ માલ સામાન સહિત બાજુમા આવેલ બીજા કેબીન મા પણ પકડાઈ ગઈ હતી
તો આગ ના સમાચાર મળતાજ આજ વિસ્તાર મા રહેતા નગર પાલિકા ના વોર્ડ નંબર-૬ ના મહિલા કોર્પોરેટર શિલ્પા બેન ના પતિ મહેશસિંહ મકવાણા ને સમાચાર મળતા જ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પ્રાંતિજ ફાયર ને જાણ કરી બોલાવી દીધી હતી પણ આગ એટલી ભયંકર હતી કે આગમા બે કેબીન બળી ને સ્વાહા થઈ ગયા હતા તો શોટસર્કિટ ને લઈ ને આગ લાગી હોય તેવુ હાલતો લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે .