પ્રાંતિજ ગુજરની પોળના યુવાનો વડીલો દ્વારા પોળમાં સફાઇ અભિયાન
(પ્રતિનિધિ) પ્રાંતિજ : સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ ગુજર ની પોળ ના યુવાને એ સ્વચ્છતા અભિયાન અંતર ગત પોતાની પોળ માં ખૂણેખૂણાઓ માથી સફાઇ કરી આનંદ વ્યક્ત કર્યો. પ્રાંતિજ બજાર વિસ્તાર માં આવેલ ગુજર ની પોળ ના યુવાનો વડીલો પોતાની પોળ ની સફાઇ હાથ ધરી છે અને પોળ ના યુવાનો દ્વારા સ્વચ્છતા ના ભાગરૂપે આજે સવારે પોળ માંથી ખૂણે ખુણે-ખુણા માંથી કચરો , માટી , સહિત નો કાટમાળ સાફ કરી પોળ ને સ્વચ્છત બનાવી હતી અને આમા યુવાનો ની સાથે પોળ માં રહેતાં વડીલો પણ સહભાગી બન્યા હતાં
તો પ્રાંતિજ નગરપાલિકા દ્વારા સફાઇ માટે બ્રશ સહિત ના સફાઇ ના સાધનો પણ પુરા પાડવામા આવ્યા હતાં તો યુવાનો એ રવિવાર ની રજા નો પોતાની પોળ ની સફાઇ કરી આનંદ વ્યક્ત કર્યો હતો તો પ્રાંતિજ સહિત તાલુકા ના યુવાનો ને પ્રેરણા રૂપ કે શીખ રૂપ છે તેમ કહીએ તો નવાઇ નહી.*