Western Times News

Gujarati News

પ્રાંતિજ તાલુકાના ચાર પંચાયતની ચુંટણી પરિણામ જાહેર

બે પેટા ચુંટણી બે સામાન્ય ચુંટણી નું પરિણામ જાહેર : પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ :
અમિનપુર, ઓરાણ પેટા ચુંટણી તો દલાની મુવાડી , અમલાની મુવાડી સામાન્ય ચુંટણી પરિણામ જાહેર :
 વોર્ડ પાચ સભ્યો નું પણ પરિણામ જાહેર

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ચાર પંચાયત અને પાંચ વોર્ડ ના સભ્યો ની ચુંટણી બાદ પરિણામ જાહેર તો પરીણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ પ્રાંતિજ તાલુકા ના ચાર પંચાયતો અને પાચ વોર્ડ ની ચુંટણી યોજાઇ હતી જેમાં અમિનપુર અને ઓરણા ખાતે પેટા ચુંટણી અને દલાની મુવાડી અને અમલાની મુવાડી ખાતે સામાન્ય ચુંટણી તારીખ ૧૯|૧|૨૦૨૦ ના રોજ યોજાઇ હતી જેમાં આજે ૨૧|૧|૨૦૨૦ ના રોજ તાલુકા સેવાસદન ખાતે ચુંટણી અધિકારી નાયબ મામલતદાર અશોકભાઇ ના અધ્યકક્ષ સ્થાને મતગણતરી હાથ ધરવામાં આવી હતી

જેમાં અમિનપુર માં સરપંચ તરીકે હરિભાઇ પશાભાઇ પટેલ નો-૫૭૮ મતે વિજય થયો હતો  તો ઓરણ ખાતે સરપંચ તરીકે કનુજી ઉદાજી મકવાણા નો-૬૭૪ મતે વિજય થયો હતો તો દલાની મુવાડી ખાતે મજુલાબા દાદુસિંહ ઝાલા નો ૫૬૬ મતે વિજય થયો હતો તો અમલાની મુવાડી ખાતે વિનુબા જશવંતસિંહ ઝાલા  નો-૨૨૧ મતે વિજય થયો હતો તો પરિણામ જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મલ્યો હતો તો ગામજનો તથા ટેકેદારો દ્વારા ચુંટાયેલ સરપંચો ને અભિનંદન પાઠવી ગુલાલ ફુલહાર પહેરાવી શુભેચ્છાઓ શુભકામના ઓ પાઠવી હતી .

અમિનપુર : હરિભાઇ પશાભાઇ પટેલ – ૫૭૮ વિજય
બીપીનભાઈ નાથાભાઇ પટેલ – ૨૬૪
મગળસિંહ માધુસિંહ મકવાણા  – ૩૩૭
નોટા  -૧૬
કુલ મતદાન ૧૧૯૫

ઓરાણ : કનુજી ઉદાજી મકવાણા – ૬૭૪ વિજય
કરામતઅલી બાકરઅલી સેયદ ૧૯૭
ઘનશ્યામભાઈ જગદીશભાઇ પટેલ-૪૮૨
કિશોરસિંહ નાથુસિંહ મકવાણા  – ૬૪
મેમુદમિયા સિકંદર શેખ  -૮૫
નોટા  -૫
કુલ મતદાન-૧૫૦૭

દલાની મુવાડી : મજુલાબા દાદુસિંહ ઝાલા  – ૫૬૬ વિજય
મૂળબા સુરેસિંહ ઝાલા  – ૫૬
સજ્જનબા ગજેન્દ્રસિંહ ઝાલા  – ૪૯૪
નોટા  – ૩૫
કુલ મતદાન  – ૧૫૦૬

અમલાની મુવાડી : વિનુબા જયશવતસિંહ ઝાલા  – ૨૨૧
ઇન્દુબા બળદેવસિંહ ઝાલા  – ૧૯૪
જયોસણાબા કલ્યાણસિંહ ઝાલા  -૧૫૮
હીરાબા જવાનસિંહ ઝાલા  – ૮૮
નોટા  ૦૦
કુલ મતદાન  – ૬૬૧


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.