પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામમા અટલ ભૂજલ યોજનાની શરૂઆત કરવામા આવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના તખતગઢ ગામોમા સરકાર દ્વારા અટલ યોજના નો પ્રારંભ કરવામા આવ્યો જેમા સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ , વડાલી અને ઈડર તાલુકાના બધાજ ગામનો સમાવેશ કરવામાં આવેલ છે અને મુકેશભાઈ પ્રજાપતિ DIP હિંમતનગર ના જણાવ્યા અનુસાર પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે થી શરૂઆત કરવામાં આવેલ છે
જે યોજનાનો મુખ્ય હેતુ જમીનમાં ભૂગર્ભ જળ દિવસે દિવસે ખુબ નીચે જઈ રહ્યુ છે જેનું લેવલ ઊંચું લાવવાનો ખુબજ અથાત પ્રયત્ન ચાલી રહ્યો છે જે ભુગર્ભમાં થી પાણી ખેંચવામાં આવે છે અને જમીનમાં વરસાદથી રિચાર્જ થાય એની વચ્ચે મોટી ગેપ પડે છે.
તેને પૂરવા માટે ખેતી માં બદલાવ લાવવો, તળાવ, ચેકડેમ તેજ રીચાર્જ સ્ટ્કચર અને લોક જાગૃતિ લાવી ભુગર્ભ જળ લેવલ ઉચું લાવવા એક અભિયાન રૂપે કામગીરી ચાલુ છે. આ યોજનામાં તખતગઢ ગ્રામપંચાયત ના મિત્રો દ્વારા કુવા તળાવ ચેકડેમ અને રિચાર્જ બોર નું સરવે નું કામ ચાલુ છે.