પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આયુર્વેદીક ઉકાળા અને દવાનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામે આયુર્વેદીક ઉકાળા અને દવાઓનુ વિતરણ કરવામા આવ્યું .
હાલમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીમાં લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે નિયામક , આયુષ ની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી, સાબરકાંઠાના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું સોનાસનના વૈદ્ય અંકિતા પરમાર દ્વારા નનાનપુર ગામ ખાતે નનાનપુર ગામના સરપંચ ગીરીશભાઇ પટેલ ના સહયોગથી સંપૂર્ણ ગામમાં ઘરે ઘરે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળા અને સંસમની વટી નું વિતરણ કરવામાં આવ્યું