પ્રાંતિજ તાલુકાના હડમતીયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં કેરટેકર મોબિલાઇઝેશન કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ફતેપુર આરોગ્ય કેન્દ્રના સબ સેન્ટર હડમતીયા ખાતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આવેલું છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.રાજેશ પટેલ તથા જિલ્લા આર.સી.એચ ઓફિસર ડૉ. આર. જી.શ્રીમાળીની સૂચનાથી બુધવારના દિવસે યોજાતા રસીકરણ અને મમતા દિવસમાં આવતા સગર્ભામાતા બાળકો અને સગાઓને તે દિવસે પોષણયુક્ત આહાર મળે તે અંતર્ગત મેડિકલ ઓફિસર ડૉ.નિશીત શાહના માર્ગદર્શનથી હેલ્થ સેન્ટર હડમતીયાના આરોગ્ય કાર્યકર જશોદાબેન પટેલ દ્વારા લાભાર્થીઓને પોષણયુક્ત ફણગાવેલા બાફેલા મગનું વિતરણ કરી તંદુરસ્ત ખોરાક અને સગર્ભા માતાને કાળજી રાખવા વિશે માહિતી આપી હતી.
સબ સેન્ટર હડમતીયાના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેજસ નાયક તથા આરોગ્ય કાર્યકર કીર્તિ પટેલ દ્વારા લાભાર્થીઓ તથા ગામના ડાયાબિટીસ-બી.પી.ના દર્દીઓની તપાસ કરી માર્ગદર્શન આપ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એ.એચ.સોલંકી દ્વારા સમગ્ર સ્ટાફને બીરદારી વધુ ને વધુ આરોગ્ય સેવાઓ ગામના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સૂચન આપ્યા હતા.