પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખને લઈને બે જુથો આમને સામને
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગર પાલિકા ના નવા પ્રમુખ ને લઈને હાલ અટકળો તેજ થઇ છે તો ચુંટણી આડે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે ત્યારે પોતાના પ્રમુખ બનાવવા માટે નગરપાલિકાના સમર્થકો તથા કોર્પોરેટરો એડી ચોટી નું જોર લગાવી રહ્યા છે ત્યારે કિસમે કિતના હે દમ એ તો આવનારી ૨૪ તારીખેજ ખબર પડશે .
પ્રાંતિજ નગરપાલિકાના નવા પ્રમુખ ને લઈને હાલ પ્રાંતિજ માં સ્થાનિક રાજકારણ ગરમાયુ છે અને પાલિકા માં બે ગુપ પડી ગયા છે અને બન્ને ગુપો દ્વારા પોતપોતાના પ્રમુખો ને પ્રમુખ બનાવવા માટે એડી ચોટી નું જોર લગાવવામાં આવી રહ્યું છે તો સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે બન્ને ગુપો દ્વારા પોતાના પોતાના પ્રમુખ બનાવવા બન્ને પક્ષે સહીઓ ઝુંબેશ ચાલું કરી છે
ત્યારે હવે જોવું એ રહ્યું કે કિસમે કિતના હે દમ અને નવા પ્રમુખ તરીકે કોન આવશે એતો હવે ૨૪|૮|૨૦૨૦૨૦ ના દિવસે જ જાહેર થશે ત્યારે બીજી બાજુ કોગ્રેસ અપક્ષો ની મદદથી પ્રમુખ ની ગાદી ઉપર કબજો મેળવે તેવી પણ ચર્ચાઓએ નગરમાં જોર પકડયું અને કોગ્રેસ અપક્ષો ની બોલ બાલા વધે તો નવાઇ નહી ત્યારે હવે જોવું એ રહ્યું કે હાલતો તો પ્રમુખ ના ચાર ઉમેદવારો (૧) દિલીપભાઇ રાવળ (૨)દિપકભાઇ કડીયા (૩) જશોદાબેન રાઠોડ (૪) મહેબુબભાઇ બલોચ ના ચાર નામો માંથી કોના સિરે તાજ જસે કે બળવો થશે એ તો હવે જોવું રહ્યું .