પ્રાંતિજ નગરપાલિકા દ્વારા નવિન સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
પ્રાંતિજ નગરપાલિકા દ્વારા ગત વર્ષે માં થયેલ વિકાસ લક્ષી કામોનું લોકાર્પણ તેમજ આગામી સમય માં થનાર કામો નું ખાતમુહૂર્ત પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ , પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર , પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા
તો નગરપાલિકાના પ્રમુખ ગીતાબેન પટેલ , કારોબારી અધ્યક્ષ કોકીલાબેન પટેલ , ઉપપ્રમુખ નયનભાઇ દેસાઇ , તાલુકા પ્રમુખ બળવંતભાઈ પટેલ , શહેર પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ , નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશ ભાઇ પટેલ , નગરપાલિકાના કોર્પોરેટરો ભાજપ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો પંડિત દિન દયાલ ઉપાધ્યાય સ્ર્પોર્ટ કોમ્પલેક્ષ જીમ સેન્ટર નું લોકાર્પણ વાર્ડ-૩ ના કોમ્યુનીટી હોલ નું લોકાર્પણ તેમજ યુ.ડી.પી યોજના ની રૂ.૩૭ લાખ ની ગ્રાન્ટ માંથી સાડા બાર લાખ લીટર પાણી ની ક્ષમતા ના નવિન સંપનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે શેઠ.પી.એન્ડર આર હાઇસ્કુલ ખાતે વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો