Western Times News

Gujarati News

પ્રાંતિજ નગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની ૧૫૧મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નગરપાલિકા તંત્ર દ્વારા બીજી ઓક્ટોબર ગાંધીજી ની જન્મ જયંતિ ની ઉજવણી નો પ્રારંભ કરવામાં આવ્યો હતો  .

દેશ અને દુનિયા જયારે મહાત્મા ગાંધી ના જન્મ જયંતિની ઉજવણી કરી રહી છે ત્યારે સમગ્ર દેશમાં ગાંધીજયંતિ સપ્તાહ ઉજવાય રહ્યો છે ત્યારે પ્રાંતિજ નગરપાલિકા ના સંકુલમાં પાલિકા ના પદાધિકારીઓએ એકત્રિત થઇને મહાત્મા ગાંધી ના ૧૫૧ મા જન્મ દિવસ પ્રસંગે તેમની પ્રતિમા ને ફુલહાર તેમજ સુતરની આંટીઓ પહેરાવી ને નારા બોલાયા હતાં આ તબ્બકે નગરપાલિકાના પ્રમુખ દિપકભાઇકડીયા , ઉપપ્રમુખજગદીશભાઇ કિમતાણી , પૂર્વ પ્રમુખ ગીતાબેન પટેલ , પાલિકા ના કોર્પોરેટરો  વિવિધ સમિતિ ના ચેરમેન તેમજ નગરપાલિકાના કર્મચારી ગણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શહેર મંડલ પ્રમુખ નિત્યાનંદભાઇ બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

તો ગાંધી બાપુ અમર રહો અને વંદે માતરમ્ ના જયધોષથો વાતાવરણ રંગીન બની ગયું હતું રાષ્ટપિતા મહાત્મા ગાંધી ની પ્રતિમા ને ઉપસ્થિત તમામ લોકોએ નત મસ્તક વંદન કર્યા હતાં મહાત્મા ગાંધી ની જન્મ જયંતિ થી દેશ ભરમાં સ્વચ્છતા અભિયાન નો પ્રારંભ થઇ રહ્યો છે પ્રાંતિજ નગર પાલિકા દ્વારા પણ દરેક વોર્ડ અને વિસ્તારોમાં આગામી સપ્તાહ મા સ્વચ્છતા અભિયાન દ્વારા નગર ને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો પ્રયત્નો હાથ ધરવામાં આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી એ દેશના નાગરિકો ને સ્વચ્છ ભારત અભિયાન માં જોડાઇ જવા અપીલ કરી છે ત્યારે પ્રાંતિજ નગર ના નગર વાસીઓ પણ તેમા સહભાગી બનશે તેવી પાલિકા પ્રમુખ દિપકભાઇ કડીયા એ અપેક્ષા રાખી હતી .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.