પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર માં થયેલ દબાણ દુર થયું
પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે નગરપાલિકા નું કોમ્પલેક્ષ સ્વામી વિવેકાનંદ આગળ દુકાન માલિકો દ્વારા કરવામાં આવેલ દબાણો મોડે-મોડે પણ આખરે દુર થયું તો દિવાળી ટાળેજ દબાણો દુર કરતા વેપારીઓની દિવાળી બગડી .
દબાણો મોડે-મોડે પણ નગરપાલિકા દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા હતાં
પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ શોપીંગ સેન્ટર માં દુકાન માલિકો દ્વારા કરવામાં આવેલ દબાણો મોડે-મોડે પણ નગરપાલિકા દ્વારા દબાણો દુર કરવામાં આવ્યા હતાં તો બીજી બાજુ જોકે એક બાજુ કોરોના ના માર થી વેપારીઓ હજુ ઉભા થઇ શકયા નથી ને વેપારીઓ ઉપર દબાણ નો માર પડતા હાલ વેપારીઓ ભાંગી પડ્યા છે
તો વેપારીઓ દ્વારા પાલિકા પાસે દિવાળી સુધી ની મુદત માગી હતી અને દિવાળી બાદ જાતે દબાણ હટાવવામાં માટે રજુઆત કરી હતી જોકે નગરપાલિકા દ્વારા તસ નું મસના થતા આજે જેસીબી મશીન મોકલતા વેપારીઓ દ્વારા જાતેજ દબાણ દુર કરવામાં આવ્યું હતું ત્યારે હાલતો એક બાજુ કોરોના ની મહામારી મંદી અને બીજીબાજુ દિવળી ટાળેજ પાલિકા દ્વારા દબાણ દુર કરવામાં આવતાં વેપારીઓમા પાલિકા પ્રયકતે નિરાશા જોવા મળી રહી છે અને હાલતો વેપારીઓ ની દિવાળી પણ બગડી છે
તો નગરપાલિકાના ચીફ ઓફિસર આકાશભાઇ પટેલ , નગરપાલિકાના એન્જીનીયર મેધનાબેન રાવ , નગરપાલિકાના એસાઇ સંજયભાઇ ચૌધરી સહિત પ્રાંતિજ પોલીસ ટીમ ધટના સ્થળે હાજર રહી હતી તો વેપારીઓએ મંદી ના માર માં જેસીબી થી તોડવામાં આવે તો વધુ નુકસાન થાય એટલેજ જાતેજ વેપારીઓએ વધુ નુકસાન ના થાય એટલે પોતાની દુકાન આગળ કરેલ દબાણો જાતેજ દુર કર્યા હતાં ..